મોદી–અદાણીની મુડીવાદી સાંઠગાંઠ કહેનાર સોરોસ ઉપર પસ્તાળ

  • February 17, 2023 10:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકન અબજોપતિએ ભારતમાં લોકશાહી ખતરામાં હોવાનું કહેતા ભાજપ–કોંગ્રેસ બધાએ વખોડી કાઢો: આ ભારતના સંવિધાન ઉપર પ્રહાર છે–સ્મૃતિ ઈરાની: મોદીએ સંસદ અને રોકાણકારો બન્નેને જવાબ આપવો પડશે




હંગેરિયન–અમેરિકન અબજોપતિ યોર્જ સોરોસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ક્રોની મૂડીવાદનો આરોપ મૂકયો હતો અને દાવો કર્યેા હતો કે તેઓ ભારતીય ઉધોગપતિ ગૌતમ અદાણી સાથે સારા સંબંધો ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, મોદી અને બિઝનેસ ટાયકૂન અદાણી નજીકના સાથી છે. તેમનું ભાવિ એકબીજા સાથે જોડાયેલું છે, મ્યુનિક સિકયોરિટી કોન્ફરન્સ પહેલા જર્મનીની ટેકનિકલ યુનિવર્સિટી ઓફ મ્યુનિક (ટીયુએમ) ખાતે તેમણે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને અમેરિકાના બિઝનેસમેન યોર્જ સોરોસ પર જોરદાર પલટવાર કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ભારતના લોકત્ંત્રમાં દખલ કરવાનો પ્રયાસ થઈ  રહ્યો છે. ઈરાનીએ આગળ કહ્યું કે, એક વિદેશી શકિત જેના કેન્દ્રમાં યોર્જ શોરોસ છે તેઓએ જાહેરા કરી હતી કે તેઓ ભારતના લોકતાંત્રિક માળખા પર હત્પમલો કરી રહ્યાં છે. તેઓએ જાહેરાત કરી હતી કે, તેઓ પીએમ મોદીને પોતાના હત્પમલાનું મુખ્ય બિંદુ બનાવશે.





કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આજે દેશની જનતાને એક નાગરિક હોવના સંબંધે એ આહ્વાન કરવા માગુ છું કે, એક વિદેશી શકિત જેના કેન્દ્રમાં એક વ્યકિત કે જેનું નામ યોર્જ સોરોસ છે. તેઓએ જાહેરાત કરી હતી કે, તેઓ ભારતના લોકતાંત્રિક માળખાને નુકસાન પહોંચાડશે. ઈરાનીએ આગળ કહ્યું કે, તેઓએ જાહેરાત કરી હતી કે તેઓ પીએમ મોદીને પોતાના હત્પમલાનું મુખ્ય બિંદુ બનાવશે. તેઓ ભારતમાં પોતાની શકિત અંતર્ગત એક એવી વ્યવસ્થા બનાવશે કે જે ભારત જ નહીં પણ તેમના હિતોનું સંરક્ષણ કરશે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, યોર્જ સોરોસની આ જાહેરાત કે ભારતમાં મોદીને ઝૂકાવશે, ભારતે લોકતાંત્રિક રીતથી ચૂંટેલી સરકારને ધ્વસ્ત કરશે અને તેનો જડબાતોડ જવાબ દરેક ભારતીયોએ આપવો જોઈએ.





યોર્જ સોરોસને સવાલ કરીને સ્મૃતિ ઈરાનીએ પૂછયું કે, આજે યોર્જ સોરોસને એક જ સૂરામાં આ જવાબ આપીએ છીએ કે લોકતાંત્રિક પરિસ્થિતિઓમાં લોકતાંત્રિક રીતે ચૂંટેલી સરકાર અને અમારા પીએમ આવા કોઈ પણ ખોટા ઈરાદાની સામે પોતાનું માથું નહીં ઝૂકાવે. અમે વિદેશી શકિતઓને પહેલાં પણ હરાવી છે અને આગળ પણ હરાવીશું.





દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ યોર્જ સોરોસના નિવેદન પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટિટ કરીને કહ્યું કે, પીએમ મોદી સાથે સંકળાયેલા અદાણી કૌભાંડ ભારતમાં લોકતાંત્રિક પુનત્થાન શ કરે છે કે નહીં, એ સંપૂર્ણ કોંગ્રેસ, વિપક્ષ અને અમારી ચૂંટણી પ્રક્રિયા પર નિર્ભર છે. એનું યોર્જ સોરોસ સાથે કોઈ લેવા દેવા નથી. અમારી નહેવાદી વિરાસત સુનિશ્ચિત કરે છે કે એમના જેવા લોકો આપણાં ચૂંટણી પરિણામો નક્કી કરી શકે નહીં.





યોર્જ સોરોસે વધુમાં ભારતીય વડા પ્રધાન પર અદાણી જૂથના કહેવાતા 'ખોટા વ્યવહાર'માં સામેલ હોવાનો આરોપ મૂકયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, મોદી આ વિષય પર મૌન છે, પરંતુ તેમણે વિદેશી રોકાણકારોને અને સંસદમાં પ્રશ્નોના જવાબ આપવા પડશે,
તેમણે એવો પણ દાવો કર્યેા હતો કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટને કારણે ભારતીય બજારોમાં જે ધબડકો બોલ્યો છે તેના પરિણામે ખૂબ જરી સંસ્થાકીય સુધારા અને લોકશાહી પુનત્થાન થશે. સોરોસે એવો પણ આક્ષેપ કર્યેા હતો કે ભારતમાં કહેવાતી મુસ્લિમ વિરોધી હિંસા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉદય થયો છે.  



અદાણી પરના હિન્ડનબર્ગ રિપોર્ટ પાછળ સોરોસ છે?
ભારત જ નહી પણ વિશ્વભરના રોકાણકારોના શ્વાસ ઐંચા કરી દેનાર અદાણી મામલામાં હિન્ડનબર્ગ કંપનીનો રીપોર્ટ કારણભૂત છે અને આ રીપોર્ટની પાછળ સોરોસ હોવાની ચર્ચા થઇ રહી છે. સુત્રો અનુસાર, સોરોસ ઘણા સમયથી નરેન્દ્ર મોદીની સામે પડા છે અને તેની વિધ્ધમાં નિવેદન કર્યે રાખે છે તેમણે મોદીના સાથીદારોને નુકસાન પહોચે તે માટે પણ પ્રયાસો કર્યા છે અને તેના એક ભાગ પે અદાણીની વિધ્ધમાં રીપોર્ટ જાહેર થયો છે તેવું કહેવાય છે.



સોરોસે રાષ્ટ્ર્રવાદીઓ સામે લડવા માટે ભંડોળ આપ્યું છે
જાન્યુઆરી ૨૦૨૦ માં, અમેરિકન અબજોપતિએ રાષ્ટ્ર્રવાદીઓ અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે વૈશ્વિક યુનિવર્સિટી શ કરવા માટે ૧ બિલિયનનું ભંડોળ આપ્યું હતું. , તેમના મતે આ બંને એક પડકાર છે અને તે આપણી સંસ્કૃતિના અસ્તિત્વને જોખમમાં મૂકે છે. આજે સ્મૃતિ ઈરાનીએ આક્ષેપ કર્યેા હતો કે,આવા ફંડનો ઉપયોગ ભારતની સરકારને અસ્થિર કરવા માટે કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application