બાગેશ્ર્વર બાબાના કવરેજ માટે એરપોર્ટ ગયેલા પત્રકારના રૂ.૧.૧૫ લાખના મોબાઇલ ચોરાયા

  • June 01, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બે મોબાઇલ ઉપરાંત ક્રેડિટ કાર્ટ,ડેબીટ કાર્ટ અને રોકડ રકમની ચોરી



બાગેશ્ર્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી બે દિવસ રાજકોટમાં દિવ્ય દરબાર યોજાવાના હોય દરમિયાન ગઇકાલે તેમનું રાજકોટમાં આગમન થયું હતું.ત્યારે એરપોર્ટ પર કવરેજ કરવા ગયેલા પત્રકારના રૂ.૧.૧૫ લાખની કિંમતના બે મોબાઇલ ફોનની ચોરી થઇ ગઇ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવમાં આવી છે.




જાણવા મળતી વિગતો મુજબ,ચેનલમાં પત્રકાર તરીકે નોકરી કરનાર બ્રીજેશભાઇ દિનેશભાઇ પડીયા(ઉ.વ ૩૦)(રહે.શકિત સોસાયટી શેરી નં.૮ સંત કબીર રોડ,રાજકોટ) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલે રાજકોટ એરપોર્ટ ખાતે તેઓ બાગેશ્ર્વર બાબાના કવરેજ માટે ગયા હતાં.દરમિયાન સાડા છ વાગ્યા આસપાસ બાબા આવી જતા ભકતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમયે ખુબ જ ભીડ હોય અને ફરિયાદી લાઇવ રિપોર્ટિગ કરતા હોય ત્યારે કોઇએ તકનો લાભ લઇ તેમના ખિસ્સામાંથી રૂ.૫૫ હજાર અને રૂ.૬૦ હજારના બે મોબાઇલ તથા ક્રેડિટ કાર્ટ,ડેબીટ કાર્ટ અને રૂ.૧૮૦૦ રોકડ સહિત કુલ રૂ.૧,૬૮,૮૦૦ ની મત્તા સેરવી લીધી હતી.બાદમાં આ વાતનો ખ્યાસ આવતા તેમણે આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application