પ્રાથમિક શાળા-પંચાયત ઘરનું લોકાર્પણ કરતા ધારાસભ્ય રાઠોડ

  • December 12, 2023 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાના અંજાર ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ ધારાસભ્ય કે.સી રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા  તાલુકાના તમામ હોદ્દેદારો શાળાના શિક્ષકો સહિત ઉપસ્થિત રહ્યા હતા.અંજાર ગામે રૂ. ૧ કરોડ ૧૪ લાખનું શેઠ વિઠ્ઠલદાસ અમરસી પ્રાથમિક શાળા તેમજ રૂ.૧૪ લાખના ખર્ચે પંચાયત ઘરનું લોકાર્પણ કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા  ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, જિલ્લા  પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ ટાંક, ઉના તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા, જિલ્લા  પંચાયતના સદસ્યના પ્રતિનિધિ બાબુભાઈ બાંભણીયા, પુર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હરીભાઈ ઝણકાટ, ધીરુભાઈ જાદવ, ગામના સરપંચના પ્રતિનિધિ પ્રવીણભાઈ ડોડીયા તથા સરપંચ સદસ્યઓ સહિતના આગેવાનો લોકો અધિકારીગણ અને વિદ્યાર્થીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application