BREAKING NEWS

ખંભાળિયા નગરપાલિકા ખાતે ‘ભારત ૩.૦: પરિવર્તનનો દાયકો’ પ્રદર્શનની મુલાકાત લેતા ધારાસભ્ય મુળુભાઇ બેરા

  • June 13, 2026 10:27 AM 

ખંભાળિયા નગરપાલિકા ખાતે ‘ભારત ૩.૦: પરિવર્તનનો દાયકો’ પ્રદર્શનની મુલાકાત લેતા ધારાસભ્ય મુળુભાઇ બેરા

વડાપ્રધાનના નેતૃત્વના ૧૨ વર્ષની વિકાસયાત્રાને પ્રદર્શિત કરતી ઝાંખી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં રાષ્ટ્રનિર્માણ અને સુશાસનના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સંકલ્પથી સિદ્ધિ: નૂતન ભારતની સફર ૨૦૧૪-૨૦૨૬’ થીમ આધારિત ખંભાળિયા નગરપાલિકા ખાતે સ્થિત આ પ્રદર્શનના માધ્યમથી દેશ અને રાજ્યમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયગાળામાં થયેલા અભૂતપૂર્વ વિકાસ કાર્યો અને જનકલ્યાણની યોજનાઓની માહિતી નાગરિકો સુધી પૂરી પાડતા આ પ્રદર્શનનું ધારાસભ્ય મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોએ મુલાકાત લઈ ઝીણવટપૂર્વક નિહાળ્યું હતું. 

આ પ્રદર્શનમાં વર્ષ ૨૦૧૪ થી લઈને વર્ષ ૨૦૨૬ સુધીના મહત્વપૂર્ણ સીમાચિહ્નોને વર્ષવાર સુંદર પેનલો અને પ્રતિકૃતિઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY), મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાવો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ભીમ એપ અને UPI ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ, GST અમલીકરણ, આયુષ્માન ભારત યોજના, જલ જીવન મિશન, આત્મનિર્ભર ભારત અભિયાન તેમજ પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય યોજના જેવી ઐતિહાસિક યોજનાઓની માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે.

આ તકે નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા સહિત સ્થાનિક પદાધિકારીઓ પણ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application