જામનગરની કોર્ટમાં હાજર થતા ધારાસભ્ય હાર્દિક પટેલ

  • January 30, 2023 11:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત વર્ષોમાં પાટીદાર અનામત આંદોલન અન્વયે અલગ અલગ જગ્યાએ ફરીયાદો દાખલ કરવામાં આવી હતી, દરમ્યાન જામનગર જીલ્લાના ધુતારપર, ધુળશીયા ખાતે જાહેરનામાં ભંગની ફરીયાદ જે તે વખતના પાસ ક્ધવીનર હાર્દિક પટેલ સામે નોંધાઇ હતી, આ અંગેના કેસમાં આજરોજ હાર્દિક પટેલ જામનગરની કોર્ટમાં હાજર રહયા હતા અને પોતાનું નિવેદન નોંધાવ્યુ હતું.


આ અંગેની વિગત મુજબ જામનગરની એડી ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટેટ નંદાની કોર્ટમાં આજરોજ ધારાસભ્ય હાર્દિક પટેલ પાસ ક્ધવીનર ધૂતારપર ધૂળસીયાના જાહેરનામાના ભંગના કેસમાં હાજર થયેલ અને આજરોજ ફર્ધર સ્ટેટમેન્ટના સ્ટેજ હતો અને હાર્દિક પટેલ દ્વારા કેસમાં પોતાનું નિવેદન આપેલ હતું.


  આ કેસમાં હાર્દિક પટેલ વતી જાણીતા એડવોકેટ દિનેશભાઈ વિરાણી તથા રશીદ ખીરા તથા મોશીન ગોરી હાજર થયેલ હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન વખતે જામનગર સહિત અલગ અલગ વિસ્તારોમાં ફરીયાદો નોંધવામાં આવી હતી, જે પૈકીની કેટલીક ફરીયાદો સરકારે નરમ વલણ અપનાવ્યુ હતું, દરમ્યાન જામનગર તાલુકાના ધુતારપર ખાતેના જાહેરનામા ભંગ કેસમાં આજે તારીખ હોવાથી હાર્દિક પટેલ હાજર રહયા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application