ગોંડલમાંથી શ્રમિક યુવકના સગીર પુત્રને બગોદરાના વ્યાજખોરો કારમાં ઉઠાવી ગયા

  • March 21, 2023 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોનાના ઘરેણા ગિરો લઈ ૨.૯૦ લાખ વ્યાજે આપ્યા, રકમ વસૂલવા અપહરણ: પાંચેય પાળિયાદ પાસેથી પકડાયા




ગોંડલના વાછરા રોડ પર નીલકમલ પાર્કમાં રહેતા બંગડી, કાંસડા વેચવાની ફેરી કરતા રાજસ્થાની શ્રમિક ધંધાર્થી ધના રઘુભાઈ ચૌહાણના ૧૭ વર્ષના સગીર પુત્રનું વ્યાજ વસૂલવા બગોદરાના વ્યાજખોરો મનો ભોપાભાઈ ભરવાડ, લાલો ભરવાડ તથા ત્રણ શખસો ગોંડલ આવી સ્ક્રોર્પિયો કારમાં અપહરણ કરી ગયાના બનાવથી ગોંડલ પોલીસમાં દોડધામ થઈ પડી હતી. આરોપીઓને પાળિયાદ નજીકથી પકડી સગીરને મુકત કરાવાયો તહો.





ફરિયાદમાં બનાવની વિગતો મુજબ શ્રમિક ધંધાર્થી ધના ચૌહાણે સોનાના ઘરેણા ગીરવે મૂકી મના ભરવાડ રહે.બગોદરા પંચાયત ઓફિસ પાસેથી ૨.૫૦ લાખ રૂપિયાપાંચ ટકા વ્યાજે લીધા હતા. જેના ૧.૮૦ લાખ ચૂકવ્યા હતા. જયારે લાલા પાસેથી ૪૦ હજાર પાંચ ટકાએ લઈ લાલાને ૨૧૦૦૦ ચૂકવ્યા હતા. આરોપીઓ દ્રારા વધુ નાણાની ઉઘરાણી કરાતી હતી. ઘરેણા પણ પરત માગતા ઘરેણા ભૂલી જજે  કહી ધમકાવાતો હતો. ગઈકાલે ધના અને તેના પત્ની બન્ને ગોંડલ આસપાસ ગામોમાં કાસડા, બંગડી વેચવા ગયા હતા. સાંજે ઘરે આવતા તેના ભત્રીજા રાજુનો ફોન આવ્યો કે બગોદરાના લાલો, મનો તથા બીજા ત્રણ શખસો આજે કાળી સ્ક્રોર્પિયો લઈને સાંજે પાંચેક વાગ્યે ઘરે આવેલા અને જોઈને જતાં રહ્યા હતા. રાત્રે સાડરાનવેક વાગ્યે પાછા આવ્યા અને રાકેશ ઉર્ફે નીતિન (ઘનાનો પુત્ર)ને બાવડુ પકડીને કારમાં બેસાડીને લઈ ગયા છે. સાંજના રાજુ અને રાકેશ બન્ને સાથે હતા. બન્ને દાદીને ટિફિન આપીને આવ્યા બાદ ઘરની નજીક શેરીમાં બેઠા હતા ત્યારે રાકેશને કારમાં ઉઠાવી ગયા હતા.





કારમોં આવેલા પાંચ શખસોમાં બે શખસોએ નીચે ઉતરી રાકેશ ઉર્ફે નીતિનનો હાથ પકડી કારમાં બેસાડી દીધો અને રાજુ તથા ત્યા બેંલા અરવિંદ ચૌહાણ સહિતનાને કહ્યું કે આનો બાપ આવીને લઈ જશે. અપહરણ થયા બાબતે તુરતં જ ગોંડલ પોલીસને જાણ કરાવાતા નાકાબંધી કરાવાઈ હતી. નંબર પ્લેટ યિવનાની સ્ક્રોર્પિયો કાર પાળિયાદ પાસેથી પકડાઈ હતી. ગોંડલ પોલીસ અપહૃત યુવકને મુકત કરાવી પાંચેય શખસોની ધરપકડની તજવીજ હાથ ધરી હતી. વ્યાજખોરો ગોંડલ આવીને અપહરણ કરી ગયાના બનાવે ચકચાર જગાવી હતી.



વ્યાજખોર અપહરણકારોએ સગીરનો વીડિયો પણ બનાવ્યો
વ્યાજ વસૂલી માટે ગોંડલમાંથી સગીરનું અપહરણ કરનાર બગોદરાના વ્યાજખોર અપહરણકારોએ રાકેશ ઉર્ફે નીતિનને રસ્તામાં ધમકાવીને એવો વીડિયો પણ બનાવી લીધો હતો કે હું રાજીખુશીથી સાથે જાવ છું. જો કે, અપહરણકારોની ચુંગાલમાંથી મુકત થયેલા સગીરે કથન કર્યુ હતું. અપહરણની સમગ્ર ઘટના શેરીમાં સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application