↵ખંભાળિયા પંથકમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના
જામનગરનો નરાધમ શખ્સ પોલીસના સકંજામાં
ખંભાળીયા પંથકમાં ૧૩ વર્ષની સગીરાને લલચાવી, ફોસલાવી લઇ જનાર શખ્સને દબોચી લેવામાં આવ્યો છે, તપાસ દરમ્યાન દુષ્કર્મનો મામલો સામે આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવને લઇને ભારે ચકચાર મચી જવા પામી છે.
લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવી સગીરા નું અપહરણ કરી આરોપી નાસી છુટ્યો હતો, ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ ભોગ બનનાર અને આરોપી બંનેને ઝડપી પાડયા.
ખંભાળિયા પોલીસે આરીફ અબ્દુલશાહ શાહમદાર નામના જામનગર વાળાની શખ્સની ધરપકડ કરી, ખંભાળિયા પોલીસ મથકમાં આરોપી વિરૂઘ્ઘ્ બીએનએસ અને પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી, આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવી આગળની કાયદેસરની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.