માહિતી અને પ્રસારણ મંત્રાલયે 150 યુટ્યુબ ચેનલો અને વેબસાઇટ પર લગાવ્યો પ્રતિબંધ

  • June 12, 2023 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૂચના અને પ્રસારણ મંત્રાલયના જણાવ્યા અનુસાર 150 જેટલી યુટ્યુબ ચેનલો અને વેબસાઇટ્સ જે છેલ્લા 2 વર્ષથી ભારત વિરોધી સામગ્રી રજૂ કરી રહી હતી તેની કાર્યવાહી કરી આવી ચેનલો પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયે માહિતી મેળવી પ્રતિબંધ લગાવાનો નિર્ણય લીધો છે.


મોટી કાર્યવાહી કરતા માહિતી અને પ્રસારણ મંત્રાલયે 150 થી વધુ વેબસાઇટ્સ અને યુટ્યુબ આધારિત ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. વર્ષ 2021થી ચાલી રહેલી આ વેબસાઈટ પર પ્રતિબંધ મૂકવા અંગે મંત્રાલયનું કહેવું છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે છેલ્લા 2 વર્ષથી આ પ્લેટફોર્મ પર ભારત વિરોધી કન્ટેન્ટ રજૂ કરવામાં આવી રહ્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર આ વેબસાઈટ અને ચેનલોને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69Aના ઉલ્લંઘનને કારણે દૂર કરવામાં આવી છે.


સૂચના અને પ્રસારણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભારત વિરોધી સામગ્રી બનાવવા માટે છેલ્લા 2 વર્ષમાં 150 થી વધુ વેબસાઇટ્સ અને યુટ્યુબ આધારિત ન્યૂઝ ચેનલોને હટાવી દેવામાં આવી છે. યુટ્યુબ ચેનલો કે જેના 12.1 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ હતા અને કુલ 1324.26 મિલિયનથી વધુ જોવાયા હતા. જે ચેનલોને હટાવવામાં આવી છે તેમાં ખબર વિથ ફેક્ટ્સ, ખબર તાઈઝ, ઈન્ફોર્મેશન હબ, ફ્લેશ નાઉ, મેરા પાકિસ્તાન, હકીકત કી દુનિયા અને અપની દુનિયાના નામ સામેલ છે.


માહિતી અને પ્રસારણ મંત્રાલય સમયાંતરે ઘણી યુટ્યુબ ચેનલોને ભારતની સાર્વભૌમત્વને જોખમમાં મૂકતા ખોટા સમાચાર અને સામગ્રી રજૂ ન કરવાની ચેતવણી પણ આપે છે, જેના કારણે મંત્રાલયે હવે એક મોટો નિર્ણય લીધો છે અને આવી ચેનલોને હટાવી દીધી છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું, જ્યારે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે 2021 અને 2022 વચ્ચે એવી ચેનલો અને યુટ્યુબ લિંક્સ બ્લોક કરી દેવામાં આવી છે. જે ભારત વિરોધી કન્ટેન્ટ રજૂ કરવા માટે વપરાય છે. સાથે જ તેમણે કહ્યું હતું કે જો કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ લોકોને ગેરમાર્ગે દોરતું કંઈક કરતું જોવા મળશે તો તેને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application