દ્વારકાના વસઈની સીમમાંથી મળી દેશી દારૂની મીની ફેક્ટરી

  • April 25, 2024 10:17 AM 

દેશી દારૂની ભઠ્ઠીના બે સંચાલકો દરોડા પહેલાં થયા ફરાર: દારૂ-આથાનો મોટો જથ્થો ઝડપાયો


દ્વારકા તાલુકાના વસઈ ગામમાં આવૈલા એક ખેતરમાં ગઈકાલે દ્વારકા એલસીબીએ દરોડો પાડી તૈયાર દેશી દારૂ તથા આથાનો જંગી જથ્થો પકડી પાડયો છે. સ્થળ પરથી દારૂ બનાવવાના સાધનો, એક બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. એલસીબીના દરોડા પહેલાં ભઠ્ઠીના સંચાલકો નાસી ગયા છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના વસઈ ગામની સીમમાં એક ખેતરમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી દ્વારકા એલસીબીના કુલદીપસિંહ જાડેજા અને મશરીભાઈને મળતા પીઆઈ કે કે ગોહિલની સુચના અને પીએસઆઈ બી.એમ.દેવમુરારીના વડપણ હેઠળ એલસીબી ટીમે ગઈકાલે વસઈના તે ખેતરમાં દરોડો પાડી તલાશી લીધી હતી.


આ સ્થળેથી લખમણભા નથુભા માણેક, કરશનભા દેવુભા માણેક નામના બે શખ્સ દ્વારા ચલાવવામાં આવતી ભઠ્ઠી મળી આવી હતી. એલસીબી ટીમે જંગલ જેવો વિસ્તાર પસાર કરી ભઠ્ઠી શોધી કાઢી હતી, ત્યાંથી ૩૦૦ લીટર તૈયાર દારૂ, ૧૧૨૫૦ લીટર આથો, અખાદ્ય ગોળના ૧૫ ડબ્બા, ભઠ્ઠીના સાધનો, ચાર ચૂલા, જીજે-૩૭-એ ૮૮૦૬ નંબરનું બાઈક મળી કુલ રૂા.૮૪૭૯૦ મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા પહેલાં આરોપી લખમણભા તથા કરશનભા નાસી ગયા હતા. બંને શખ્સની શોધ હાથ ધરવામાં આવી હતી.


દારૂમાં વપરાતી સામગ્રી અંગે તપાસ થાય તો અન્ય નામ પણ સામે આવે...

દ્વારકાના વસય ગામ નજીક ગઈકાલે જીલ્લા એલસીબી દ્વારા દેશી દારૂની મીની ફેક્ટરી ઝડપી પાડવામા આવી હતી આ અંગે દારૂ બનાવવાની સામગ્રી દેશી ગોળ અને લાટા સહીતની અન્ય વસ્તુઓ અંગે એલસીબી દ્વારા તપાસ થાય તો અન્ય નામો પણ ખુલી શકે તે વાત ચોક્કસ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application