પપેટ શો દ્વારા સંદેશો : રાજકોટમાં આયુષ્માન કાર્ડ અંગે માહિતગાર કરવા આરોગ્ય શાખાની નવતર પહેલ

  • March 11, 2023 05:42 PM 

રાજ્યના જરૂરતમંદ નાગરિકોને ગંભીર રોગોની સારવાર નિ:શુલ્ક પૂરી પાડવા માટે અમલી બનાવેલી આયુષ્માન કાર્ડ યોજનાનો મહત્તમ નાગરિકો સુધી લાભ પહોંચાડવા માટે આરોગ્ય શાખા નાગરિકોને માહિતગાર કરી રહી છે.


રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રૈયાધાર રાધેશ્યામ ગૌશાળા દિનદયાળ ક્લિનિક ખાતે પપેટ શોના માધ્યમ દ્વારા લોકોમાં આયુષ્માન કાર્ડ (PMJAY-MA)ની જન જાગૃતિ માટે અને પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી હતી. જેથી સામાન્ય લોકોને આયુષ્માન કાર્ડ અંગે માહિતી મળી રહે. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચાર લાખથી ઓછી આવક ધરાવતા 58 વર્ષની ઉંમરના નાગરિકો તથા છ લાખથી ઓછી આવક ધરાવતા સિનિયર સિટીઝન કુટુંબને આધાર કાર્ડ અને રેશનકાર્ડ તેમજ મામલતદારનોઆવકનો દાખલો રજૂ કરતા આ કાર્ડ કાઢી આપવામાં આવે છે. તેમજ કોઈને ઈમરજન્સી જરૂર પડે તો તાત્કાલિક માન્ય હોસ્પિટલમાં પણ કાઢી આપવામાં આવે છે અને ત્યાં જ સારવાર આપવામાં આવે છે. આ કાર્ડ ગંભીર રોગો જેવા કે હૃદય રોગનો હુમલો, કિડનીની બીમારી, કેન્સરની બીમારી, ગંભીર અકસ્માત વગેરે જેવા રોગોમાં સામાન્ય લોકોને પાંચ લાખ સુધીની કેશલેસ સારવાર ખાનગી અધ્યતન હોસ્પિટલમાં ફ્રીમાં આપવામાં આવે છે. 

આ પપેટ શો દ્વારા જે સંદેશો આપવામાં આવે છે. તેથી વધુમાં વધુ લોકો સુધી આ સંદેશો પહોંચે અને આયુષ્માન કાર્ડ કઢાવે તાત્કાલિક ઇમરજન્સીમાં જરૂર પડે ત્યારે લોકોને દોડવું ન પડે અને પૈસા ખર્ચ ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application