કોન્ટ્રાક્ટરો દ્વારા આચરાતું કચરાના કૌભાંડને ખુલ્લું પાડવા પૂર્વ વિપક્ષી નેતા સહિતના સભ્યો મેદાને

  • May 24, 2023 05:48 PM 

જામનગર મનપાના કોન્ટ્રાક્ટરો દ્વારા આચરાતું કચરાના કૌભાંડને ખુલ્લું પાડવા પૂર્વ વિપક્ષી નેતા સહિતના સભ્યો મેદાને આવ્યા..

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુલાબનગર નજીક ડમ્પિંગ પોઇન્ટ પર મનપાના કોન્ટ્રાક્ટરોને શહેરભરમાંથી ઉપાડવામાં આવતા કચરો ડમ્પિંગ પોઇન્ટ પર ઠાલવવા અંગેના કોન્ટ્રાક આપવામાં આવ્યા છે અને આ કોન્ટ્રાક્ટમાં જે રીતે ગોબચારી આચરી ભ્રષ્ટાચાર કરાતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા જામનગર મહાનગરપાલિકા વિરોધ પક્ષના પૂર્વ નેતા અને નગરસેવક અસલમ ખીલજી તેમજ નગરસેવિકા જેનબબેન ખફી તથા સામાજિક કાર્યકર હાજી રિઝવાનભાઈ જુણેજા સહિતના સભ્યોએ ગુલાબનગર નજીક આવેલ ડમ્પિંગ પોઇન્ટ ખાતે જનતા રેડ કરી અને મનપાના કોન્ટ્રાક્ટરો દ્વારા કચરાઓમાં કરવામાં આવતા કૌભાંડ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને બેદરકાર કોન્ટ્રાક એજન્સીઓ વિરુદ્ધ આ ભ્રષ્ટાચાર મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.....
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application