ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવ: બનાસકાંઠામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

  • June 17, 2023 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલથી વરસાદનું જોર અને પવનની ગતિ ઘટશે: હવામાન વિભાગની આગાહી


સૌપ્રથમ વાવાઝોડાએ અને ત્યાર પછી મેઘરાજાએ સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાયના અનેક વિસ્તારોને ધમરોળયા બાદ હવે આવતીકાલથી વરસાદનુ જોર અને પવનની ગતિ બંનેમાં ઘટાડો થશે તેવી આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે.




હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતી કાલથી વાતાવરણ ફરી નોર્મલ થઈ જશે. ગઈકાલે પ્રતિ કલાકના ૬૫ થી ૭૫ કિલોમીટરની ઝડપે અને આજે ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાયો છે પરંતુ આવતીકાલથી તે નોર્મલ થઈ જશે. આજે સુરેન્દ્રનગર મોરબી ગાંધીનગર અમદાવાદ કચ્છ મહેસાણા અને પાટણ જિલ્લામાં અમુક જગ્યાએ તોફાની પવન અને મેઘગર્જના સાથે હળવોથી મધ્યમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.





બિપરજોય વાવાઝોડાએ પહેલા તેની ગતિથી તબાહી વેરી અને હવે યારે વાવાઝોડું આગળ વધી ગયું છે, ત્યારે વરસાદ અને ભારે પવનથી વિવિધ વિસ્તારોને પ્રભાવિત કરી રહ્યું છે. વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ તેનો અસર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ જનજીવન પ્રભાવિત થયું છે. જેમાં ડીસા, પાલનપુર, અંબાજી, સૂઈગામ, નડાબેટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠામાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે તેમજ હાઈવે પર પાણી ભરાયા છે.





વાવાઝોડાએ બનાસકાંઠામાં તારાજી સર્જી છે. બનાસકાંઠાના થરાદમાં પવન સાથે ભારે વરસાદ થઇ રહ્યો છે.બનાસકાંઠાના થરાદ, લાખણી, ભાભર સહિતના તાલુકામાં ભારે વરસાદ છે. મોડીરાતે અતિભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની અસર અતિભારે પવન ફંકાતા મોટાપાયે નુકસાન થયુ છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાના જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે. પાણી ભરાતા એક તરફી માર્ગ બધં કરાયો છે. તો ભારે પવન અને વરસાદના અનેક વૃક્ષો સહીત વીજ પોલ ધરાશાયી થયા છે. બનાસકાંઠામાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ છે.





વાવાઝોડાની અસરને પગલે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્રારા બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદ આજે બનાસકાંઠા પંથકને ધમરોળે તેવી શકયતા છે. આ ઉપરાંત કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શકયતા છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application