મહા–બેદરકાર–પાલિકા! : મેગા ડિમોલિશન કે બેદરકારીનું કન્ફેશન?

  • January 13, 2023 11:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલાકાંઠે પોલીસ સ્ટેશન પાછળના પ્લોટમાંથી દબાણો, વોંકળા ઉપરથી દુકાનો, ટીપી પ્લોટમાંથી મકાનો, ડીપી રોડ ઉપરના ધાર્મિક બાંધકામ પર બુલડોઝર ફેરવાયું: કુલ રૂા.૧૬.૩૦ કરોડની જમીન ખુલી કરાઇ




રાજકોટ મહાનગરપાલિકાના ટીપી પ્લોટસ, ટીપી અને ડીપીના રોડ નેટવર્ક તેમજ વોકળા ઉપર ગેરકાયદે દબાણો કરી રહેણાંક મકાનો તેમજ દુકાનોનું ગેરકાયદે બાંધકામ થઇ જાય ત્યાં સુધી ટાઉન પ્લાનીંગના બ્રાન્ચના બુલડોઝર કયાં હોય છે ?! તેવો સવાલ હવે શહેરીજનોના મનમાં ઉઠવા લાગ્યો છે. આ પ્રકારના દબાણો–બાંધકામો થઇ ગયા પછી જમીનો ખુલી કરાવ્યાની મસમોટી જાહેરાત કરાઇ છે અને તેમાં જે તે પ્લોટની સરકારી જંત્રી મુજબની કિંમત ગણતરીમાં લેવાને બદલે બજાર કિંમત મુજબ ગણતરી કરીને કરોડો પિયાની જમીન ઉપરથી દબાણો હટાવાયા તેવી સત્તાવાર જાહેરાત કરાઈ છે ! સો મણનો સવાલ એ છે કે ખરેખર આ પ્રક્રિયાને ડિમોલિશન કહેવું કે પછી તંત્રની બેદરકારીનું કન્ફેશન કહેવું ? દરમિયાન આજે ઉપરોકત પ્રકારની થિયરી મુજબનું વધુ એક ડિમોલિશન ઉપલાકાંઠે હાથ ધરીને .૧૬.૩૦ કરોડની જમીન ખુલી કરાવાય હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.


વિશેષમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના અધિકારી–ઇજનેરી સૂત્રોએ આજે હાથ ધરેલા ઓપરેશનની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે (૧) વોર્ડ નં.૧૫માં આજી ડેમ ચોકડી પાસે પોલીસ સ્ટેશનની પાછળ આવેલી મહાપાલિકાની જમીન ઉપર ૨૯૫૦ ચો.મી.માં થયેલું દબાણ હટાવીને .૧૪.૯૦ કરોડની કિંમતની જમીન ખુલી કરાવાઇ હતી. (૨) વોર્ડ નં.૪માં આવેલી ટીપી સ્કિમ નં.૧૪ ડ્રાટના રહેણાંક હેતુના અનામત પ્લોટમાં ૪૦૦ ચો.મી. જમીનમાં દબાણ કરી બનાવાયેલા પ્લીન્થ લેવલ સુધીના ચાર મકાનોનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું અને .૧.૪૦ કરોડની કિંમતની જમીન ખુલી કરાવાઇ હતી (૩) વોર્ડ નં.૧૮માં કોઠારીયા સોલ્વન્ટ ફાટક પાસે, જેટકો સબ સ્ટેશનની સામે ધાર્મિક હેતુનું ડીપી રોડ ઉપરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. (૪) વોર્ડ નં.૪માં મોરબી રોડ ઉપર ગણેશ પાર્કમાં ટીપી સ્કિમ નં.૧૪ ડ્રાટમાં નવ મીટરના ટીપી રોડ ઉપરથી ૧૦૦ ચો.મી.નું દબાણ તોડી પડાયું હતું. યારે વોર્ડ નં.૫માં દુધેશ્વર મંદિર સામે વોકળા ઉપર દબાણ–ગેરકાયદે બાંધકામ કરી બનાવાયેલી દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ મુજબ કુલ ૩૫૩૫ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઇ હતી અને કુલ .૧૬.૩૦ કરોડની જમીન ખુલી કરાવાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application