મયુર ટાઉનશિપમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાનું કારસ્તાન પકડાયું

  • January 10, 2023 12:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં મયુર ટાઉનશીપ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી ડુપ્લીકેટ તમાકુ બનાવવાનું કારસ્તાન લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં પકડી પાડ્યું છે, અને એક શખ્સની અટકાયત કરી લઈ તેના મકાનમાંથી ડુપ્લીકેટ તમાકુનો જથ્થો તથા તમાકુના ડબલા પાઉચ અને પેકિંગ કરવા માટેના પ્રિન્ટિંગના રોલ સહિતની સામગ્રી કબજે કરાઈ છે. જેની પૂછપરછમાં અન્ય ત્રણ શખ્સોના નામો ખુલ્યા છે.
જામનગરમાં મયુર ટાઉનશિપ વિસ્તારમાં વિભાગ નંબર-૧ શેરી નંબર -૨ માં મકાન નંબર ૭૯/૭ માં રહેતા ભાવિક રત્નાભાઇ ભંડેરી કે જે પોતાના મકાનમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાનું કારસ્તાન ચલાવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી જામનગરની સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટીમને મળી હતી.





જે બાતમીના આધારે પોલીસે અમદાવાદની ખાનગી પેઢીના એક પ્રતિનિધિને ખરાઈ કરાવવાના ભાગરૂપે જામનગર ખોલાવી લીધા પછી ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાં ડુપ્લીકેટ તમાકુ પેક કરવાનું ધ્યાનમાં આવ્યું હતું. પોલિસ ની ટીમે રહેણાંક મકાનમાંથી બાગબાન કંપનીના ૧૩૮ નંબરના તમાકુના ૬૦ ગ્રામ વજનવાળા ૧૯૦ નંગ ડબલા કબજે કર્યા હતા, ઉપરાંત બાગબાન ૧૩૮ તમાકુના ૬૫ ગ્રામ તમાકુના ૭૨૦ નંગ પાઉચ કબજે કર્યા હતા, જયારે બાગબાન ૧૩૮ તમાકુના ૬૫ ગ્રામ વજન વાળા પાઉચ તૈયાર કરવા માટે ના પ્રિન્ટિંગના ત્રણ નંગ મોટા રોલ પણ મળી આવ્યા હતા. સાથોસાથ મકાનમાંથી છૂટક તમાકુ ભરેલા પ્લાસ્ટિકના મોટા મોટા ૧૦ નંગ પાઉચ મળી આવ્યા હતા.



પોલીસે રહેણાંક મકાનમાંથી ડુપ્લીકેટ તમાકુ ને લગતો કુલ ૯૬,૮૦૦ ની કિંમત નો જથ્થો કબજે કરી લીધો હતો, અને મકાન માલિક ભાવિક રત્નાભાઇ ભંડેરી રહે. લાલપુર ચોકડી રોડ, મયુરટાઉનશીપ-૧- શેરી નં. ૨ની સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં કોપીરાઇટ એકતની કલમ ૫૧,૬૩,૬૪ અને ૬૫ મુજબનો નોંધ્યો હતો, અને તેની અટકાયત કરી લેવામાં આવી છે.


પોલીસ દ્વારા તેની ઘનિષ્ઠ પૂછપરછ  કરવામાં આવી હતી, અને આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયું છે, તે અંગેની પૂછપરછ કરતાં તેણે અમદાવાદના હેમલભાઈ ઠક્કર અને શબીરભાઈ તેમજ રાજકોટના સુશીલભાઈના નામો જણાવ્યા હતા. જે ત્રણેય શખ્સો આ 
અનુ. પાના નં. ૬ પર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application