ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું: રાજ્યના વાતાવરણમાં પલટો

  • March 04, 2023 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઝાલોદ, અંબાજી મહીસાગરમાં વીજળીના ચમકારા સાથે વરસાદ: બનાસકાંઠા, દાહોદ, ડાંગ, નવસારી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના વાતાવરણમાં પલટો



હવામાન ખાતા દ્વારા અગાઉ કરવામાં આવેલી જાહેરાત મુજબ આજે સવારથી ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે માવઠું થયું છે. બનાસકાંઠા દાહોદ ડાંગ નવસારી જામનગર રાજકોટ ગીર સોમનાથ અમરેલી જુનાગઢ સહિત અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ આકાશમાં વાદળો જોવા મળ્યા છે અને ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવો માહોલ જોવા મળે છે.



ઝાલોદમાં તો વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો છે. દાહોદ અને અંબાજીમાં પણ માવઠું થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના માલપુર અને મહીસાગર જિલ્લામાં અને જગ્યાએ કમોસમી વરસાદ શરૂ થયો હોવાના વાવડ મળી રહ્યા છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી વરસાદ શરૂ થયો છે પરંતુ આવતીકાલે તેનું જોર થોડું ઘટશે અને ત્યાર પછી સોમવારથી બે દિવસ માટે ફરી રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થશે.


પાકને નુકસાનની ખેડૂતોમાં ચિંતા

વરસાદને કારણે ચણા, ઘઉં બટાટા અને કેરીના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. હવામાન ખાતાની આગાહીના પગલે ખળામાં રહેલા અને બહાર ખુલ્લામાં પડી રહેલા પાકને તો સલામત સ્થળે મૂકી દેવામાં આવ્યો છે પરંતુ અન્ય પાકને નુકસાનીની શક્યતા છે.

હવામાન ખાતાની માવઠાની ચેતવણીના કારણે મોટાભાગના યાર્ડમાં નવા માલની આવક બંધ કરી દેવામાં આવી છે અને યાર્ડમાં પણ જે માલ પડ્યો છે તે તાડપત્રીથી ઢાંકી દેવામાં આવ્યો છે.


કર્ણાટક, કેરલ, ગોવામાં હીટ વેવની ચેતવણી


ગુજરાતમાં માવઠાનો વરસાદ પડી રહ્યો છે અને પૂર્વના રાજ્યોમાં પણ વરસાદ પડી રહ્યો છે. ત્યારે કોસ્ટલ કર્ણાટકા, કેરળના ઉત્તર તરફના વિસ્તારો અને કોંકણ, ગોવામાં હીટ વેવની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application