વન્યપ્રાણીનું વિનીમય : સુરતથી રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં આવ્યા માર્શ મગર

  • August 09, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૨૫ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદીજુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી, ન્યુ દિલ્હી દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન તથા ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ પાર્ક, સુરત વચ્ચે વન્યપ્રાણી વિનીમય કરવામાં આવ્યું છે.


નીચેની વિગતે વન્યપ્રાણી વિનીમય કરવામાં આવ્યા...

રાજકોટ ઝૂએ આપેલા પ્રાણીઓ

સાબર
નર ૦૨ : માદા ૦૨

ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ પાર્ક, સુરત ખાતેથી મેળવેલા પ્રાણીઓ

માર્શ મગર
નર ૦૨ : માદા ૦૨

 
ઉપરોક્ત પ્રાણીઓનો ઉમેરો થતા હવે રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૭ પ્રજાતીઓના કુલ ૫૫૦ વન્યપ્રાણી-પક્ષીઓ થયા છે. હાલ ચોમાસાની ઋતુ હોય, ઝૂની બન્ને તરફના તળાવો લાલપરી તથા રાંદરડા છલકાઈ ગઈ છે. તેમજ સમગ્ર પ્રાણીસંગ્રહાલય હાલ કુદરતી નૈસર્ગીક જંગલ સ્વરૂપે ખીલી ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application