મંડપ, પીઠીથી લઇ ડોલી પણ ઉઠી સ્મશાન માંથી જ, જાણો શા માટે નવદંપતીએ આવી જગ્યાએ લીધા સાત ફેરા

  • February 08, 2023 05:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબના મુખ્ય મથક અમૃતસરમાં એક ચોંકાવનારા લગ્ન સામે આવ્યા છે. અહી એક સ્મશાનમાં યુવક અને યુવતીએ પ્રભુતામાં પગલાં પાડયાં છે. મળતી માહિતી મુજબ પરિવાર ગરીબ હતો, જે દીકરીના લગ્ન માટે હોલ બુક કરાવી શક્યો ન હતો. વિસ્તારના રહેવાસીઓની મદદથી અહીં દીકરીના લગ્ન કરાવ્યા અને અહીંથી ડોલીને પણ વિદાય આપી.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ લગ્ન જોડા ફાટકથી બિલ્લા વાલા ચોક મોહકમપુરાના સ્મશાન ભૂમિમાં કરવામાં આવ્યા છે. દાદા દાદી અને તેમની એક પૌત્રી ઘણા સમયથી અહીં રહેતા હતા. થોડા સમય પહેલા દાદાનું અવસાન થયું, દાદી પણ ખૂબ વૃદ્ધ છે. થોડા દિવસો પહેલા દીકરી માટે સારો છોકરો મળી ગયો અને લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application