હાઇકોર્ટમાં સરકારના પેન્ડીંગ કેસોના ઝડપી નિકાલ માટે 15 દિવસમાં કરાશે મેપીંગ, અધિકારીઓને અપાયા સુચન

  • July 05, 2023 06:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, નામદાર હાઇકોર્ટમાં સરકારના પડતર કેસોનું સતત મોનીટરીંગ, સંકલન તેમજ ઝડપી નિકાલ માટે એક ઉચ્ચસ્તરીય સમિતીનું ગઠન કરવામાં આવશે.

હાઇકોર્ટમાં રાજ્ય સરકારના પડતર કેસોના ઝડપી નિકાલ માટે કાયદા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ IILMS ની ઉપયોગીતાને અસરકારક બનાવવામા આવશે. કાયદા વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યુ કે, ગઇકાલે રાજ્ય સરકારના તમામ વિભાગઓ અને નોડલ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે આ વિષય સંદર્ભે બેઠક પણ યોજવામાં આવી હતી.

આ બેઠકમાં દરેક વિભાગના નોડલ અધિકારીની નિમણૂંક તથા IILMS માં એકાઉન્ટ કાર્યરત કરવાની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી હતી જેના માટે દરેક નોડલ અધિકારીઓને IILMS ની ઉપયોગીતા માટે ફરી તાલીમ પણ આપવામાં આવશે.

આ સિસ્ટમમાં દરેક વિભાગોએ તેમના વિભાગના તમામ કોર્ટ કેસોનું મેપીંગ કરવાનું રહેશે. તેમજ તેઓએ તમામ કચેરીઓની વિગતો પણ કાયદા વિભાગને પૂરી કરવાની રહેશે.

કાયદા મંત્રી ઋષિકેશ પટેલે આ બેઠકમાં કાયદા વિભાગ દ્વારા જે કેસોમાં સુપ્રિમ કોર્ટમાં એસ.એલ.પી. ફાઇલ કરવા સૂચના આપી હોય અને તે બાકી હોય તેવા કેસોની માહિતી કાયદા વિભાગને સત્વરે પૂરી પાડવા તમામ વિભાગના અધિદારીઓને તાકીદ પણ કરી હતી. સરકારી કચેરીના લાયઝન ઓફિસર દ્વારા વિભાગ પાસે માંગવામાં આવતી તમામ માહિતી IILMS સિસ્ટમ દ્વારા જ પૂરી પાડવામાં આવે તેવી પણ સુચના અપાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application