પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને પ્રથમ મેડલ અપાવનાર મહિલા શૂટર મનુ ભાકર 7 ઓગસ્ટ, બુધવારની સવારે ભારત પરત આવી છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મનુ ભાકરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ પર મનુની એક ઝલક મેળવવા ચાહકો ઉત્સુક હતા અને ઢોલ વગાડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, મનુ ભાકરે શૂટિંગમાં ભારતના 12 વર્ષના ઈંતજારનો અંત લાવ્યો અને પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા. સૌથી પહેલા તેણે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બાદ તેણે 10 મીટર ટીમ એર પિસ્તોલ સ્પર્ધામાં સરબજોત સિંહ સાથે બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો. આ દરમિયાન તેણે ઈતિહાસ પણ રચ્યો છે. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા શૂટર બની હતી.
ઓલિમ્પિક ડબલ મેડલ વિજેતા મનુ ભાકરનું ભવ્ય સ્વાગત
વાસ્તવમાં પેરિસ ઓલિમ્પિક 2024માં ડબલ મેડલ જીતનાર મનુ ભાકરનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સ્ટાર મહિલા શૂટર પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી અને વિજયના માળા પહેરાવવામાં આવી હતી. મનુ ભાકરના માતા-પિતા પણ તેમની પુત્રીના સ્વાગત માટે દિલ્હી એરપોર્ટ પર હાજર હતા. આ સાથે જ મનુના કોચ જસપાલ રાણાનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech