મનપા ખેડૂતો–ઉધોગકારોને ડ્રેનેજનું ટ્રીટેડ વોટર વેંચશે

  • July 29, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટસ તો બનાવ્યા હવે ટ્રીટેડ વેસ્ટ વોટર નાખવું કયાં ? અણઘડ આયોજન બાદ તત્રં મૂંઝાયું: ખરીદદારો મળતા નહીં હોવાના માઠા અનુભવ બાદ હવે ત્રિવાર્ષિક કોન્ટ્રાકટથી વેંચાણ કરાશે




રાજકોટ મહાપાલિકાએ શહેરમાં અનેક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો બનાવી નાખ્યા છે પરંતુ તેમાં શુધ્ધ કરાતું ડ્રેનેજનું પાણી ખરીદનાર કોઈ મળતા ન હોય અણઘડ આયોજન કર્યા બાદ તત્રં બરાબર મૂંઝાયું છે અને હવે ત્રિવર્ષિક કરારથી ટ્રીટેડ વેસ્ટ વોટર વેંચવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કયુ છે.



વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ ટ્રીટેડ વેસ્ટ વોટર વેચાણ માટે તાજેતરમાં ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાને તેના જુદા–જુદા સ્થળે આવેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ થયેલા વેસ્ટ વોટરનું વેચાણ કરવા ઇચ્છુક છે. આથી આ ટ્રીટેડ વેસ્ટ વોટર ખરીદ કરવા ઇચ્છતા હોય વ્યકિતઓ, પેઢીઓ, એજન્સીઓ, મંડળીઓ, સ્થાનિક સંસ્થાઓ તેમજ ઔધોગિક એકમોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ માટે તા.૩૧ જુલાઇ સુધી ટેન્ડર અપાશે, યારે તા.૩ ઓગસ્ટના રોજ પ્રિ બીડ મિટિંગ મળશે. તા.૩–૮ ના સાંજે છ સુધીમાં ટેન્ડર રજૂ કરી આપવાનું રહેશે. ટ્રીટેડ વેસ્ટ વોટરના ભાવ અગાઉથી જ નક્કી થયેલા હોય ટેન્ડરમાં ભાવ ભરવાના રહેશે નહીં. તદઉપરાંત પાણી લઈ જવાની વ્યવસ્થા ખરીદનારે કરવાની રહેશે.




સિંચાઇ માટે પ્રતિ હેકટર પ્રતિ વર્ષ દીઠ રકમ રૂા.

ક્રમવેંચાણનો સમયગાળોવહેણ સિંચાઇ માટેખેડૂતો દ્રારા ઉદવહન
(૧)૧૬–૬–૨૩થી ૧૫–૬–૨૪.૨૬,૭૫૧.૫૯.૮,૯૧૭.૨૦
(૨)૧૬–૬–૨૦૨૪થી ૧૫–૬–૨૦૨૪.૨૮૭૫૭.૯૬.૯૫૮૫.૯૯
(૩)૧૬–૬–૨૦૨૫થી ૧૫–૬–૨૦૨૬.૩૦,૯૧૪.૮૦ .૧૦,૩૦૪.૯૪   



ઔધોગિક હેતુ માટેનો પ્રતિ ૧૦૦૦ લીટરનો ભાવ પિયાઔધોગિક હેતુ માટેનો પ્રતિ ૧૦૦૦ લીટરનો ભાવ પિયા

નાણાંકીયવર્ષસૂચિત દર
૨૦૨૩–૨૦૨૪.૨૩.૦૩
૨૦૨૪–૨૦૨૫.૨૫.૩૩
૨૦૨૬–૨૦૨૭.૨૭.૮૭



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application