મનપાના એટીપીએ પત્નીને બર્થ ડે ગિટ આપવા લીધેલા સોનાના પેન્ડલની તફડંચી

  • August 05, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મિત્રના પુત્રનો પણ જન્મદિવસ હોય સહ પરિવાર અયોધ્યા ચોક પાસે પાર્ટી પ્લોટમાં ગયા હતા: કારનો કાચ તોડી પેન્ડલ અને ૨૫૦૦ રોકડ સહિત રૂપિયા ૧૫,૬૦૦ની મત્તા ચોરી લીધી




રાજકોટ કોર્પેારેશનમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવનાર યુવાને પત્નીને બર્થ ડે ગિટ આપવા માટે લીધેલું સોનાનું પેન્ડલ તેમની કારનો કાચ તોડી તફડાવી લેવામાં આવ્યું હતું. એટીપી મિત્રના પુત્રનો પણ બર્થ ડે હોય ૧૫૦ ફટ રીંગ રોડ પર રિયલ કાઠીયાવાડી પાર્ટી પ્લોટમાં ગયા હતા દરમ્યાન કોઈ શખસે કારનો કાચ તોડી સોનાનું પેન્ડલ અને થેલીમાં રહેલ રોકડ પિયા ૨૫૦૦ ની ચોરી કરી લીધી હતી. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.





આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના નાના માવા રોડ પર દિપવન પાર્ક શેરી નંબર ૧માં રહેતા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવનાર મુકેશભાઈ રામજીભાઈ મકવાણા (ઉ.વ ૪૩) દ્રારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ ગઈકાલે તેમના પત્ની જલ્પાબેનનો જન્મદિવસ હોય તેમ જ મિત્ર વિરલભાઈ ચાવડાના પુત્રનો પણ જન્મદિવસ હોય જેથી સહ પરિવાર મિત્ર ના પુત્રના જન્મદિવસની ઉજવણી માટે ૧૫૦ ફટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે આવેલા રીયલ કાઠીયાવાડી પાર્ટી પ્લોટ માં ગયા હતા.





આ પૂર્વે તેમણે પત્નીને ગિટ આપવા માટે મવડી ચોકડી પાસે વેલર્સની દુકાનમાંથી .૧૩,૧૦૦ ની કિંમતનું સોનાનું પેન્ડલ ખરીધું હતું જે તેમણે થેલીમાં રાખ્યું હતું અને આ થેલી તેમણે કારમાં આગળની સાઈડ ડ્રાઇવર બાજુની સીટમાં રાખી હતી. પાર્ટી પ્લોટમાં બર્થ ડે પાર્ટીની ઉજવણી કર્યા બાદ તેઓ અહીં પાર્ટી પ્લોટના પાકિગમાં રાખેલી પોતાની કાર પાસે આવતા કાર ખોલીને જોતા સીટમાં રહેલી થેલી અસ્તવ્યસ્ત હોય જેથી અંદર તપાસ કરતા સોનાના પેન્ડલની ચોરી થઈ ગયાનું માલુમ પડું હતું તેમજ કારના ડ્રાઇવર સાહેબનો કાચ તૂટેલો હોય અહીંથી થયેલી ચોરી લીધાનું માલુમ પડું હતું.




આ થેલીમાં સોનાના પેન્ડલ ઉપરાંત તેમની પત્નીનું પર્સ કે જેમાં પિયા ૨૫૦૦ રોકડ હોય તેની પણ ચોરી થઈ ગઈ હતી. જેથી તેમણે આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફટેજના આધારે આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application