જામનગર શહેરમાં ખિદમતએ શહેરી રમજાન માસ દરમ્યાન સંજરી ચેરીટેબ ટ્રસ્ટના યુવાનો દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં શહેરી (ટીફીન) પહોંચતા કરેલ 

  • April 25, 2023 03:09 PM 

જામનગર શહેરમાં ખિદમતએ શહેરી રમજાન માસ દરમ્યાન સંજરી ચેરીટેબ ટ્રસ્ટના યુવાનો દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં શહેરી (ટીફીન) પહોંચતા કરેલ 



જામનગર શહેર ના સંજરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને જામનગર મહાનગર પાલિકા ના પૂર્વ વિરોધ પક્ષ ના નેતા જનાબ અલ્તાફ ભાઈ ખફી અને એમની ખીદમતગાર(સેવા ભાવી) ટીમ જેમણે ગત વર્ષ અને આ વર્ષે પણ પ્રથમ રોઝા થી જામનગર શહેર અને આસપાસ ના જરૂરત મંદ પ્રવાસીઓ,મુસાફરો,કોલેજના વિદ્યાર્થીઓ,સરકારી કર્મચારી,હોસ્ટેલઓ માં રહેતા વિદ્યાર્થીઓ,હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગા વાલાને અને ગરીબ લોકો માટે સેહરી ના પાર્સલ પહોંચાડવાનું નેક કર્યા કરવામાં આવેલ,



આ કાર્ય મા પોતાની ખીદમતો (સેવા) ને તન મન અને ધન થી અંજામ આપી રહેલા તમામ યુવાન મિત્રો ના સન્માન માટે જામનગર શહેર સિપાહી સમાજ,કસાઈ જમાત,મન્સૂરી જમાત,માણીયાર જમાત,પઠાણ જમાત,સેતા જમાત,ખીર જમાત,સૈયદ જમાત,ગણાના જમાત તેમજ જામનગર શહેરની વિવિધ સેવા ભાવી સંસ્થા દ્વારા સેવા ભાવી યુવાનોનું ફૂલહાર શાલ અને મોમેન્ટોઝ આપી હૃદય પૂર્વક સન્માન કરવામાં આવેલ હતું,



આ નેક સેવાના કાર્ય ની માહિતી આપતા અલ્તાફભાઈ ખફીએ જણાવ્યું હતું કે સૌ પહેલા રસોડામાં ભોજન સામગ્રી ત્યાર કરવા માટે ૮ મહિલાઓ, ૬ યુવાન મિત્રો સેવા આપી રહિયા છે, અને રસોઈ ત્યાર થઈ ગયા પછી પાર્સલ તૈયાર કરે છે, આ કાર્ય મા ૮ થી ૧૦ યુવાન મિત્રો સેવા આપે છે,



જયારે શહેર ના અલગ અલગ વિસ્તારમાં શહેરીના પાર્સલ (ટીફીન) પોહચાડવા માટે ટ્રસ્ટના સેવકો દ્વારા પોતાની બાઇક મોટર સાઈકલ લઇ પોતાના પેટ્રોલ ના સ્વ ખર્ચે આ સેવા પોહ્નીતી કરતા હતા.



રાતના બે વાગ્યા થી આ પાર્સલ પહોંચાડવાની કમગીરી શરૂ કરવામાં આવતી હતી, અને આ પાર્સલ ગવર્મેટ કોલેજ હોસ્ટેલ, પ્રાઇવેટ કોલેજ હોસ્ટેલ, ડેન્ટલ કોલેજ, સરકારી હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલો, સરકારી કર્મચારીઓ, બહાર ગામ ના મુસાફરો અને ગરીબોને આ સેવાઓ પહોંચાડવામાં આવતી હતી,



આ પાર્સલ સેવામાં દરોજ સ્વાદિષ્ટ ભોજનમાં દહીં, કેળા, દરરોજ અલગ અલગ વેજ અને નોનવેજ શાક ચાર રોટલી આપવામાં આવતી હતી,



આ કાર્ય મા જે યુવાનો પોતાનો કિંમતી સમય આપી આ સેવા ના સાથીદાર બન્યા છે,તે યુવાનોમાં કાસમ ભાઈ મકરાણી, મુસ્તુફા મકરાણી, અકરમભાઈ શાહમદાર, રૂહાન બલોચ, સાહિલ શેખ, તનવીર બલોચ,હમીદ બલોચ,ઈલ્યાસ ખફી, ખૂરેશી શબ્બીર ભાઈ, સાહિલ ખફી, મહંમદ ભાઈ પેપ્સી વારા, જાવેદ ભાઈ ઘાંચી, અકીલ ગામેતી, શબ્બીર કુરેશી, સાહિલ બલોચ, ફરાઝ ખીરા, નિઝામ ભાઈ, અકબર ભાઈ મકરાણી, આબીદ ખફી વગેરે યુવાનો પાર્સલ પોટ્ચાડવાની સેવા આપી હતી.


જયારે રસોડાની અને પાર્સલ મેનેજમેન્ટ ટીમની વ્યવસ્થામાં જનાબ હાજી અન્ના ભાઈ ખફી, જનાબ વસીમ ભાઈ ખફી અને જનાબ દસ્તગીર ભાઈ શેખ ના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવતું હતું.અને આ કાર્યના મુખ્ય સલાહકાર તરીકે સાજીદભાઈ બ્લોચ,જાહિદખાન પઠાણ,જુનેદભાઈ ખેરાણી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application