તાલાલા મેંગો માર્કેટ યાર્ડમાં કેરીની આવક વધુ એક વખત રેકોર્ડ બ્રેક: એક જ દિવસમાં ૨૧૦૦૦ બોકસ આવ્યા

  • May 17, 2023 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વાદ, સુગંધ, રંગ, રસ અને ફળોની મહારાણી ગીરની કેસર કેરી કમોસમી વરસાદ, માવઠા એવાં વિઘ્નો હટતા અને કેરી ખાવાનો યોગ્ય સમય થતાં તાલાલા મેંગો માર્કેટ યાર્ડમાં કેસર કેરીની ધૂમ આવક મે મહિનાથી શ‚ થઇ ગઇ છે.
​​​​​​​
ગઇકાલે એક જ દિવસમાં ૨૧૦૦૦ બોકસ (૧૦ કિલોના) વેચાણમાં આવ્યા જે સીઝનના એક દિવસનો વિક્રમ આંક છે. તા.૧૮ એપ્રીલથી શ‚ થયેલ માર્કેટ યાર્ડમાં આજ સુધી ૨,૮૬,૮૯૫ બોકસો ૧૦ કિલોના આવ્યા જે તા.૧૭-૫ના બપોર સુધીમાં સીઝનના ત્રણ લાખનો આંક પાર કરશે. આજે ઉંચો ભાવ ૭૮૦ અને નીચો ભાવ ‚પિયા ૩૦૦ રહ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application