ઓનલાઇન ગેમ્સ અને લોટરીમાં જીતેલી રકમનો ITRમાં ઉલ્લેખ કરવો ફરજિયાત

  • June 17, 2023 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ ૨૦૨૨–૨૩ માટે આઈટીઆર ફાઇલિંગની છેલ્લી તારીખ જાહેર કરવાની સાથે આઈટીઆર ફોર્મ પણ ઓનલાઇન ને ઓફલાઇન ઉપલબ્ધ કરાવી દીધાં છે. આવકવેરા વિભાગે ઓનલાઇન ગેમિંગ અથવા લોટરીજી જીતેલી રકમ પર ટીડીએસ કાપના નિયમોમાં ફેરફાર કરવાની સાથે આવી કમાણીની વિગતો આઈટીઆરમાં દર્શાવવી ફરજિયાત કરી દીધી છે. આવું નહીં કરવા બદલ વિભાગ કરદાતા પર દડં પણ લગાવી શકે છે અથવા નોટિસ જારી કરી શકે છે.





નાણાં મંત્રાલયે પહેલી એપ્રિલ, ૨૦૨૩થી ઓનલાઇન ગેમિંગ અથવા લોટરી દ્રારા જીતી ગયેલી રકમ પર ટીડીએસ ની મર્યાદાને દૂર કરી છે. આ નિયમમાં સખતાઈ પછી હવે ઓનલાઇન ગેમ અથવા લોટરીથી કેટેલી કમાણી થશે, એના પર ૩૦ ટકા ટીડીએસ કાપ કરવામાં આવશે. માત્ર એ રકમ ટીડીએસ કાપની બહાર હશે, જે ગેમ અથવા લોટરીમાં પ્રવેશ માટે સંબંધિત કરદાતા તરફથી સંબંધિત ગેમ–લોટરી કંપનીને  આપવામાં આવી હોય. અત્યાર સુધી . ૧૦,૦૦૦ની વધુની રકમની કમાણી પર ટીડીએસ આપવાનો હોય છે.




આઈટી નિયમો અનુસાર આઈટીઆર ફાઇલ કરતા સમયે ઓનલાઇન ગેમિંગ કે લોટરીની કમાણીને અન્ય ોતોથી આવક શીર્ષક હેઠળ દર્શાવવી જરી છે. પછી ભલે ઓનલાઇન ગેમિંગ કમાણીથી ટીડીએસ કપાઈ ગયો હોય કે નહીં. સંબંધિત કરદાતાએ આઈટીઆરમાં ગેમિંગનો ખુલાસો નહીં કરવામાં આવે તો બેવડા દરથી ટીડીએસ કાપવામાં આવશે અને આઈટીની નોટિસનો પણ સામનો કરવો પડી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application