પડધરીના ખંઢેરી ગામે શેરીમાં કૂતરું છૂટુ ન મુકવા બાબતે સમજાવા જતા યુવક પર કૌટુંબિકભાઈઓ અને ભત્રીજાએ ઝગડો કરી ગાળો કાઢી લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરતા આધેડને ઈજાઓ થવાથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે આધેડની ફરિયાદ પરથી પિતા પુત્ર સહીત ત્રણ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
ખંઢેરી ગામે રહેતા અને ખેતીકામ કરતા કાનાભાઇ રામભાઈ ચાવડા (ઉ.વ.48) નામના આધેડ તા.7ના રાત્રીના ઘરે હતા ત્યારે ઘરની બહાર ગાળાગાળી કરતા હોવાનો અવાજ આવતા આધેડએ બહાર નીકળી જોતા તેના કાકાના દીકરા પ્રતાપ લક્ષમણભાઇ ચાવડા, તેનો ભાઈ કરણ ચાવડા અને તેનો પુત્ર વિમલ ત્રણેય પાઇપ અને ધોકો લઈને ઉભા હતા અને આધેડને ગાળો આપી પાઇપ અને ધોકા વડે હુમલો કરતા આધેડને મોઢા અને પગમાં ઈજા થતા દેકારો થયો હતો દરમિયાન આધેડના પત્ની અને દીકરી આવી જતા છોડાવવા વચ્ચે પડ્યા હતા. કૌટુંબિક ભાઈઓ અને ભત્રીજાએ જતા જતા ધમકી આપી હતીકે, આજે મૂકી દઈએ છીએ હવે અમારું નામ લેતો નહિતર પતાવી દેશું, આધેડને મૂઢ ઈજાઓ થતા સારવાર માટે પ્રથમ રાજકોટ સિવિલ બાદ ક્રાઈસ્ટ હોસ્પિટલ અને ત્યાંથી ગોકુલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આધેડનું નિવેદન નોંધાતા હુમલો થવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, મારા ઘર પાસે કાકાના દીકરા પ્રતાપભાઈની ઘંટી હોય ત્યાં હું ગયો હતો અને પ્રતાપભાઈને કહ્યું હતું કે, તમારા મોટાભાઈ કરણભાઇનો કૂતરો શેરીમાં છૂટો મૂકી દયે છે આથી અમને શેરીમાં ચાલવામાં તકલીફ પડે છે, મેં બે થી ત્રણ વાર સમજાવ્યો હતો ત્યારે કરણભાઈના દીકરા વિમલએ મારી સાથે ઝગડો કર્યો હતો. જે વાતનો ખાર રાખી હુમલો કર્યો હતો.પોલીસે આધેડની ફરિયાદ પરથી પ્રતાપ લક્ષમણભાઈ ચાવડા, કરણ લક્ષમણભાઇ ચાવડા અને વિમલ કરણભાઈ ચાવડા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech