આમરા પાટીયા પાસે પિસ્ટલ, બે કાર્ટીઝ સાથે એક શખ્સ પકડાયો

  • January 03, 2023 08:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના આમરા ગામના પાટીયા પાસેથી એલસીબીની ટુકડીએ એક બાતમીના આધારે સલયાના શખ્સને એક પિસ્ટલ અને બે જીવતા કાર્ટીઝ સાથે પકડી લીધો હતો, તપાસ દરમ્યાન આ હથિયાર ધ્રોલના શખ્સે આપ્યાનું બહાર આવ્યુ હતું, જેના આધારે તપાસ આ દિશામાં લંબાવવામાં આવી છે.રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહી, જુગાર તથા હથિયારધારા હેઠળના કેસો શોધી કાઢઢવા સુચના કરેલ હોય જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ એલસીબીના પીએસઆઇ એસ.પી. ગોહીલ, સ્ટાફના માણસો પ્રોહી, જુગાર, હથિયારધારા હેઠળના કેશો શોધી કાઢવા અંગે જરૂરી વર્કઆઉટ કરી અસામાજીક ઇસમોની પ્રવૃતી બાબતે સચોટ માહિતી માટે પેટ્રોલીમાં હતા.


દરમ્યાન એલસીબી સ્ટાફના ભગીથસિંહ સરવૈયા, શિવભદ્રસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે આરોપી સુલતાન ઉર્ફે ગાડી જુસબ સુભણીયા રહે. સલાયા રેલ્વે સ્ટેશન પાસે, તા. ખંભાળીયા, જી.દેવભુમી દ્વારકાવાળાને જામનગર ખંભાળયા હાઇવે પરથી આમરાગામના પાટીયા પાસેથી લાયસન્સ પરવાના વગરની એક પિસ્ટલ કિ. રૂ. ૨૫ હજાર તથા જીવતા કાર્ટીસ નં. ૨ કિ. ૨૦૦ મળી કુલ ૨૫૨૦૦ના મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરુઘ્ધ પો.કોન્સ અજયસિંહ ઝાલાએ ફરીયાદ રીપોર્ટ આપતા હેડ કોન્સી હરદીપભાઇ ધાંધલએ હથીયારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી. 


હથિયાર ધ્રોલના દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા પાસેથી લીધુ હોવાનું તપાસમાં ખુલ્યુ હતું આથી એલસીબી દ્વારા સિકકા પોલીસમાં હથીયાર અંગે બંનેની સામે ફરીયાદ દાખલ કરી આરોપી દિવુભાની શોધખોળ આદરવામાં આવી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application