BREAKING NEWS

જામનગર: મેઘના ગામમાં નશાકારક ચોકલેટના જથ્થા સાથે શખ્સ ગીરફતાર

  • June 15, 2026 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મેઘના ગામમાં નશાકારક ચોકલેટના જથ્થા સાથે શખ્સ ગીરફતાર

એસઓજીની કાર્યવાહી : હોટલ સંચાલક પાસેથી ૪૨૪૦ નંગ કબ્જે
 
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન અંતર્ગત જામનગર એસ.ઓ.જી.ને વધુ એક સફળતા મળી છે. યુવાધનને નશાના કારોબારથી બચાવવા અને જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ પર રોક લગાવવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી.ખેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા અને મયુરરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે પીપળી ગામથી કેલાગેઈટ-૮ તરફ જતાં માર્ગ પર આવેલી રાજ બિહારી હોટલમાં પિન્ટુકુમાર શિવકુમાર શાહુ દ્વારા નશાકારક ચોકલેટનું વેચાણ કરવામાં આવે છે.

બાતમીના આધારે એસઓજીની ટીમે રાજ બિહારી હોટલ ખાતે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હોટલમાંથી અલગ-અલગ પ્રકારની નશાકારક ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો. કબજે કરાયેલ મુદ્દામાલમાં તરંગ મદન મોદક વટી, આયુર્વેદિક ઔષધિ નામની નશાકારક ચોકલેટ  ૨,૪૦૦ નંગ (કિંમત રૂ. ૨,૪૦૦) સેવન મીનાર વટી, આયુર્વેદિક ઔષધિ નામની નશાકારક ચોકલેટ ૧,૮૪૦ નંગ (કિંમત રૂ. ૧,૮૪૦) પોલીસે કુલ ૪,૨૪૦ નશાકારક ચોકલેટ કબજે કરી મામલે વધુ તપાસ હાથ ધરી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application