અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર 'મૈં અટલ હૂં'નું પહેલું ગીત 'દેશ પહલે' રિલીઝ

  • December 25, 2023 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ 'મૈં અટલ હૂં'ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રવિ જાધવ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. પંકજ ત્રિપાઠી બોલિવૂડના અનુભવી સ્ટાર્સમાંના એક છે અને આ ફિલ્મમાં તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે હવે મેકર્સે 'મૈં અટલ હૂં'નું પહેલું ગીત પણ રિલીઝ કર્યું છે.

ગીતમાં દેશભક્તિ જોવા મળશે

આજે 25મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 99મી જન્મજયંતિના ખાસ અવસર પર મેકર્સે 'મેં અટલ હૂં'નું પહેલું ગીત 'દેશ પહલે' રિલીઝ કર્યું છે. આ ગીતમાં દેશભક્તિનો જુસ્સો જોવા મળી રહ્યો છે. આ સાથે આ ગીત જેમણે ઈતિહાસ ફરીથી લખ્યો તે કવિ અટલ બિહારી વાજપેયીની દુનિયામાં લઈ જાય છે. દેશ પહલે ગીતને જુબીન નૌટિયાલે પોતાનો અવાજ આપ્યો છે અને તેના ગીતો પ્રખ્યાત ગીતકાર મનોજ મુન્તાશીરે લખ્યા છે. પંકજ ત્રિપાઠીએ ખુદ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર 'દેશ પહલે' ગીતના રિલીઝની માહિતી આપી છે. ગીતનો વીડિયો શેર કરતા અભિનેતાએ લખ્યું કે, 'દુનિયાની બધી ખુશીઓ પાછળ, મારો દેશ પહેલા'. પંકજ ત્રિપાઠીના ચાહકો અને અન્ય લોકોને આ ગીત ઘણું પસંદ આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર દરેક તેના વખાણ કરી રહ્યા છે.

ટ્રેલરમાં શું બતાવવામાં આવ્યું હતું ?

થોડા દિવસો પહેલા રિલીઝ થયેલ આ ફિલ્મનું 3 મિનિટ 37 સેકન્ડનું ટ્રેલર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના જીવન અને રાજકીય સંઘર્ષને સ્પષ્ટ રીતે દર્શાવે છે. આ ફિલ્મના ટ્રેલરમાં અટલ બિહારી વાજપેયી દેશના લોકપ્રિય રાજનેતા કેવી રીતે બન્યા તેની ઝલક તમને સરળતાથી મળી રહેશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ આવતા વર્ષે 19 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application