ચિલીમાં 7.3ની તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો

  • July 19, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચિલીમાં ભૂકંપ્નો તીવ્ર આંચકો અનુભવાયો હતો.ભૂકંપ્ની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 7.3 માપવામાં આવી હતી.
શુક્રવારે વહેલી ચિલીમાં ભૂકંપ્ના તીવ્ર આંચકા અનુભવાયા હતા.યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના મતાનુસાર ભૂકંપ્ના આ આંચકા ચિલીના એન્ટોફગાસ્તામાં અનુભવાયા હતા. ભૂકંપ સાન પેડ્રો ડી અટાકામા શહેરથી 41 કિલોમીટર દક્ષિણપૂર્વમાં 128 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપ બાદ લોકો ભયભીત થઈ ગયા હતા.અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે જાનહાનીની કોઈ વિગતો સામે આવી નથી.
એએફપીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.જાન્યુઆરીમાં પણ 118 કિમીની ઊંડાઈએ તરાપાકાના ઉત્તરી ચિલી પ્રદેશમાં 5.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે તે સમયે પણ કોઈ નુકસાન નોંધાયું ન હતું.
ચિલી એ વિશ્વના સૌથી વધુ ધરતીકંપ વાળા દેશોમાંનો એક છે. તે પેસિફિક મહાસાગરના રિંગ ઓફ ફાયર પર આવેલો છે, જે ધરતીકંપ્ની રીતે તોફાની પ્રદેશ છે જ્યાં પૃથ્વીના ઘણા જ્વાળામુખી ફાટવાથી ધરતીકંપ અનુભવાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application