જાપાન અને તુર્કીમાં 6ની તીવ્રતાનો ભૂકંપ, વ્યાપક તબાહીની શંકા

  • August 11, 2023 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 4.3ની તીવ્રતાનું કંપન અનુભવાયું



જાપાનમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 નોંધવામાં આવી હતી. તો બીજી તરફ તુર્કીમાં પણ તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનથી તુર્કી સુધી અનુભવાયેલા કંપન થી લોકોમાં ફફડાટ ફેલાયો છે અને વ્યાપક તબાહીની આશંકા છે.



જાપાનના હોક્કાઇડોમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 46 કિલોમીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ગુરુવારે પૂર્વી તુર્કીમાં 5.2 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર અનુસાર, તુર્કીમાં ભૂકંપ નું કેન્દ્ર પૃથ્વીમાં 11 કિલોમીટરની ઊંડાઈએ હતું. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આ આંચકાઓને કારણે ભારે વિનાશ થઈ શકે છે. જો કે હજુ સુધી કોઈ મોત ના અહેવાલ નથી.




તુર્કીના એક મંત્રીએ ટ્વિટર પર માહિતી આપતા કહ્યું કે ભૂકંપના કારણે એક ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ નુકસાન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે હજુ સુધી કોઈ વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ 22 લોકોને નાની-મોટી ઈજા થઈ છે. રાહત કાર્ય માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે, જેઓ ફિલ્ડ સર્વે કરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે.



બીજી તરફ ભારત ના દક્ષીણ છેડે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 4.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે અહી કોઈ વ્યાપક નુકસાની ની વિગતો સાંપડી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application