જામનગરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારનાર લંપટ આચાર્ય ઝડપાયો

  • April 19, 2023 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આશરે સાત વર્ષ પુર્વે એક વિદ્યાર્થીની પર અનેક વખત દુષ્કર્મ ગુજારવા અંગે સીટી બી. ડિવિઝન પોલીસે શાળાનાપૂર્વ આચાર્ય મનિષ બુચ સામે દુષ્કર્મ અંગેનો ગુનો નોંધ્યો હતો. જે પ્રકરણમાં પોલીસે તપાસનો દોર વડોદરા સુધી લંબાવી પૂર્વ પ્રિન્સિપાલને ઝડપી લીધો છે, અને જામનગર લઈ આવી વધુ પૂછપરછ હાથ ઘરી છે.


જામનગરની સત્યસાંઇ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કે જે હાલ પુખ્ત વયની થઈ છે, પરંતુ આશરે સાત-આઠ વર્ષ પહેલા તેણી સગીર વયની હતી તે વખતે વિદ્યાર્થીની ઉપર શાળાના પૂર્વ આચાર્ય મનીશ બુચ કે જેણે શાળાની ઓફીસ તથા તેના મકાને એકથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. 


તાજેતરમાં જ મામલો સામે આવ્યો હતો, અને જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જે તે વખતની ભોગ બનનાર સગીરાની ફરિયાદના અનુસંધાને ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ આરોપી પૂર્વ પ્રિન્સિપાલ મનીષ બુચ ભાગી છૂટ્યો હતો, અને પોલીસ તેને શોધી રહી હતી.


દરમિયાન ગઈકાલે આરોપી મનીષ બુચ વડોદરામાં સંતાયો છે, તેવી બાતમીના આધારે જામનગરની સીટી બી. ડિવિઝનના પીઆઇ વાઘેલાની સુચનાથી પોલીસ ટુકડી વડોદરા પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીને ઝડપી લીધો છે. લંપટ આચાર્યને જામનગર લાવી વધુ પૂછપરછ હાથ ઘરી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે જે તે વખતે શહેરની શાળાના પ્રિન્સીપાલ અને હાલ લાખાબાવળની એસકેઇએફટી સંસ્થાના ડાયરેકટર મનિષ બુચ અગાઉ પેપરલીકમાં પણ સંડોવણી સામે આવી હતી, લંપટ આચાર્ય સામે વિધાર્થીની પર દુષ્કર્મ આચર્યાની ફરીયાદ દાખલ થયાનું બહાર આવતા ભારે ચકચાર મચી ગઇ હતી ચોતરફથી ફીટકારની લાગણી વરશી હતી તેમજ જુદા જુદા વિધાર્થી સંગઠનો દ્વારા લગત વિભાગને રજુઆત કરીને લંપટ આચાર્ય સામે ઘનીષ્ઠ તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application