દરેડમાં યુવાનને પ્રેમ કરવો ભારે પડયો: પ્રેમિકાના ભાઈ સહિત બે શખ્સો એ હાથ-પગ ભાંગી નાખ્યા

  • March 13, 2023 11:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા અને ચાની હોટલ ચલાવતા યુવાનને પ્રેમ સંબંધના કારણે પ્રેમિકાના ભાઈ સહિત બે શખ્સોએ સંબંધ તોડી નાખવા માટે દબાણ કરી હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યાની ફરિયાદ નોંધાવી છે.


જામનગરના દરેડમાં રહેતા અને હોટલ ચલાવતા મહેશ મોમાભાઈ ઝાપડા નામના ૨૧ વર્ષના ભરવાડ યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે દરેડમાં જ રહેતા સાગર ભોજાભાઇ ગમારા અને ભરતભાઈ ભરવાડ (રહે. વિજરખી) સામે ફરિયાદ નોંધાવી છે, જયારે તેને હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.


 ફરિયાદી યુવાન કે જે આરોપી સાગરની બહેન સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોવાથી તે પ્રેમ સંબંધ તોડી નાખવા માટે દબાણ કરી બંનેએ હુમલો કર્યો હતો, અને ફરીથી જો પ્રેમ સંબંધ ચાલુ રાખશે તો તેને જાનથી મારી નાખશે, તેવી ધમકી આપી હતી, જેથી મામલો પોલીસમાં લઈ જવાયો છે. પોલીસે બંને હુમલાખોર સામે ગુન્હો નોંધ્યો છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application