@aajkaldigitalteam
સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા માટે અનેરો ઉત્સાહ છવાયેલો છે. તેમાં અયોધ્યા ખાતે તો એક અલગ જ પ્રકારે વાતાવરણ સર્જાયું છે. ત્યારે પ્રાણપ્રતિષ્ઠા પહેલા રામલલા અયોધ્યામાં ઘેર-ઘેર દર્શન આપવાના સમાચાર છે. જીહા, રામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરતા પહેલા જે વિવિધ ધાર્મિક આયોજનો થવાના છે. તેમાં મૂર્તિ ભ્રમણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રામલલાની મૂર્તિને નગરના પ્રમુખ ક્ષેત્રોનો પ્રવાસ કરાવવામાં આવશે. જેથી આ વેળા રામ ભગવાન અયોધ્યાવાસીઓના દરવાજે દર્શન આપશે.
અયોધ્યાના મેયરે આ અંગે માહિતી આપી હતી કે, રામલલાની મૂર્તિને નગર ભ્રમણ કરાવવામાં આવશે. કેમ કે, આ પરંપરાગત પ્રક્રિયા છે. જેને પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન અનુસરવાના છીએ. આ આપણી સંસ્કૃતિ છે. સમગ્ર શહેરના લોકો રામલલાના દર્શન કરી શકશે. મૂર્તિ ભ્રમણનો કાર્યક્રમ શરૂ થતાં દરેક જગ્યા પર ભગવાન શ્રીરામની પ્રતિમાનું સ્વાગત કરવામાં આવશે. આ રીતે ભગવાન દરેકના દરવાજે જશે અને દર્શન આપશે અહીં સૌભાગ્યની વાત એ છે કે ગર્ભગૃહમાં બિરાજતા પહેલા રામલલા દરેકના ઘેર દરવાજા ખખડાવશે.
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના પ્રવાસે હતા ત્યારે જે પ્રકારે તૈયારી કરવામાં આવી હતી. એ જ મુજબ રામલલાના સ્વાગત માટે તૈયારી કરવામાં આવશે. આ માટે લોકોમાં ભારે ઉત્તેજના અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનની આરતી અને પૂજા થશે. મૂર્તિ ભ્રમણના આ કાર્યક્રમ માટે અયોધ્યાના લોકો તેમને ભાગ્યશાળી માની રહ્યા છે કે ભગવાન મંદિરમાં બિરાજતા પહેલા તેમના દ્રારે દર્શન આપશે.
જયાં એક તરફ અયોધ્યામાં 22 જાન્યુઆરીને ધ્યાને રાખી અનેક આયોજનબધ્ધ કામગીરી ચાલી રહી છે. ત્યાં અયોધ્યામાં સાફ સફાઇ માટે પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. આ માટે ત્રણ શિફટમાં કામકાજ ચાલી રહ્યું છે. સાફ સફાઇ પર પૂરતું ધ્યાન આપી વડાપ્રધાનની અપેક્ષા પર પણ ખરા ઉતરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. વિવિધ કામગીરીઓમાં આ સમયે કોઇ પણ પ્રકારે કચાશ ન રહે તે માટે ખાસ કાળજી લેવાઇ રહી છે.
રામલલાના નગર ભ્રમણ માટે મહંત ગિરીશ પતિ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, નગર ભ્રમણનો એક પરંપરાગત રૂટ છે. હાલ તો અંતિમ નિર્ણય લેવાયો નથી પરંતુ એ રૂટનેં અનુસરવામાં આવશે. અયોધ્યા શહેરના પ્રવાસનો કાર્યક્રમ રામલલાની જગ્યાથી શરૂ થશે. આ પ્રવાસ એટલે કે નગર ભ્રમણ કેટલો સમય ચાલશે તે અંગે કહેવું મૂશ્કેલ છે કારણ કે દરેકની ઈચ્છા હોય કે ભગવાન તેમના દરવાજે આવી દર્શન આપે. આથી, કેવી રીતે રૂટ નક્કી થાય છે, કેટલો સમય આપવામાં આવે છે તે ધ્યાનમાં રાખી નગર ભ્રમણનો કાર્યક્રમ તૈયાર થશે. આપને જણાવી દઇએ કે રામકોશી પરિક્રમાથી સંબંધિત આ નગર ભ્રમણ હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ... અમે કુંભની જમીન પર કોઈને કબજો નહીં થવા દઈએ: સીએમ યોગી
January 27, 2025 05:36 PMશું ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થશે? અમિત શાહના મહાકુંભ સ્નાન પછી ખડગેનો કટાક્ષ
January 27, 2025 05:12 PM‘ગેમ ચેન્જર’ જસપ્રીત બુમરાહે ઇતિહાસ રચ્યો, ICC એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો
January 27, 2025 04:50 PMનવા અભ્યાસ મુજબ મિડલ ચાઇલ્ડ હોય છે વધુ પ્રામાણિક, નમ્ર અને સહયોગી
January 27, 2025 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech