ફુડ શાખા દ્વારા ચાર સ્થળોએથી નમુના લેવાયા

  • April 25, 2023 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર મહાનગરપાલકાની ફુડશાખા દ્વારા આજે ચાર સ્થળોએથી નમુના લેવામાં આવ્યા હતા, ગુલાબનગર, નાગનાથ ગેઇટ, દિપક ટોકીઝ, વિગેરે સ્થળોએથી જાંબુ, જયુશ, અને શેરડીના રસના નમુના લીધા હતા અને આ નમુના ફુડશાખાએ વડોદરા ખાતે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.


ફુડશાખાના અધિકારી નિલેશ જાસોલીયા અને ડી.બી. પરમારના જણાવ્યા અનુસાર ગુલાબનગરના પ્રથમ ઢાળીયા પાસે રોહન જયુશ સેન્ટરમાંથી મેંગોશેઇક, નાગનાથ ગેઇટ વિસ્તારમાં આવેલા પટેલ રસ ડીપોમાંથી શેરડીનો રસ, દિપક ટોકીઝ પાસે આવેલા ફાઇવસ્ટાર રસડેપોમાંથી શેરડીના રસના નમુના લેવામાં આવ્યા હતા. આ તમામ લીધેલા નમુનાને પેક કરીને વડોદરાની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application