હળવદમાં અમુલ દૂધનાં મશીનમાં છૂપાવેલો રૂા.૩૪.૮૭ લાખનો દારૂ ઝડપાયો

  • January 06, 2023 05:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એલસીબીને મળી મોટી સફળતા, કુલ ૪૪.૯૬ લાખનો મુદ્દામાલ સાથે એક ઝડપાયો: દારૂ ઘુસાડવાનાં નવા કિમીયોનો ભાંડાફોડ




હળવદ ધ્રાંગધ્રા હાઈ–વે પર કોયબા ગામના પાટીયા નજીક ઈંગ્લીશ દાનનો ભરેલો ટ્રક જ,મોરબી એલસીબીનો સપાટો બોલાવી અમુલ દુધના ના મશીનની આડમાં દા ઝડપાયો,ઈંગલિશ દાની બોટલ નગં ૮૧૯૬  કિં. ૩૪.૮૭.૦૨૦ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિં..૪૪.૯૬.૩૬૦ ના મુદ્દા સાથે એક આરોપીને ઝડપી પાડો





નવા કિમિયા કરી દા ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે હવે એક દમ નવો કિમિયો સામે આવ્યો છે. ત્યારે મોરબી એલસીબી દ્રારા હળવદ નજીકથી વિદેશી દા ઘુસાડવાના નવા કિમિયાનો પર્દાફાશ કર્યેા છે.  બુટલેગરના દા છુપાવવાની તરકીબથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મોરબી એલસીબી દ્રારા હળવદ નજીક કોયબા ઢવાણા પાટીયા પાસે થી વિદેશી દા ઝડપી લેવામાં આવ્યો છે. જેમાં અમૂલ દૂધના મશીનમાં સંતાડીને વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો. જેને લઈ મોરબી એલસીબીએ સઘન ચેકીંગ કરી દારૂ ઘુસાડવાના નવા કિમિયાનો પર્દાફાશ કર્યેા છે.


ધાંગધ્રા તરફથી એક ટાટા ટ્રક નંબર  આર જે ૧૯  જીસી ૦૯૧૯  હળવદ તરફ આવતી હતી જે  ટ્રકના ઠાંઠામાં દૂધના ફિલ્ટર મશીન ની આડમાં ગેરકાયદેસર રીતે  વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે તેવી ચોક્કસ બાતમી ના આધારે હળવદ તાલુકાના  કોયબા ઢવાણા પાટીયા પાસે વોચ ગોઠવતા હકીકત વાળી ટ્રકમાંથી (૧)મેકડોવલસ કલેકશન વિસકી ૭૫૦  મી.લી. ની બોટલ નગં ૫૯૪૦ કિં.  ૨૨.૨૭.૫૦૦ (૨)ઓલ સિઝન ગોલ્ડન કલેકશન રિઝર્વ વિસ્કી ૭૫૦ મિલી બોટલ નગં ૧૦૮૦ કિંમત પિયા ૬.૪૮.૦૦૦.(૩) રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હિસ્કીટ ૭૫૦ એમએલ ની બોટલ નગં ૧૧૭૬ કિ..૬.૧૧.૫૨૦.(૪) ટ્રક ની કિંમત ૧૦૦૦૦૦૦ લાખ   (૫)મોબાઈલ  ફોન એક કિં. ૫૦૦૦(૬) રોકડ પિયા ૧૩૪૦  તથા અન્ય મુદ્દા માલ મળી કુલ રૂપિયા ૪૪.૯૩.૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપી કૈલાશભાઈ  મદનસિંહ નેહરાજાટ ઉંમર વર્ષ૨૧  રેહ. સીવકર (રામપુરા) તા.જી.બાડમેર (રાજસ્થાન)ઝડપી લીધો છે. અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે પ્રકાશભાઈ જાખડ રહે. સરલી તા.જી.બાડમેર (રાજસ્થાન) દારૂ ઘુસાડવાના વધુ એક કિમિયા નો મોરબી એલસીબી દ્રારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. સમગ્ર ઓપરેશન પર પડવા મોરબી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ કે જે ચૌહાણ, એન.બી.કલસરિયા.પ્રો.પો.ઈન્સ. તથા  પીએસઆઇ એન.એચ.ચુડાસમા. એ ડી જાડેજા, રામભાઈ મંઢ,નિરવભાઈ મકવાણા, સંજયભાઈ રાઠોડ, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ, ચંદુભાઈ, ભરતસિંહ, તેજસભાઈ, સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application