જસદણના કાળાસર ગામની સીમમાંથી રૂ.૩.૯૨ લાખનો દારૂ-બીયર ઝડપાયો

  • January 12, 2023 07:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ તાલુકાના કાળાસર ગામની સીમમાં રાજકોટ એલસીબીની ટીમે દરોડો પાડી અહીંથી રૂપિયા ૩.૯૨ લાખની કિંમતનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે પોલીસ પહોંચે તે પૂર્વે ત્રણ શખસો નાસી ગયા હતાં.પોલીસે દારૂ-બિયર નો જથ્થો અને વાહન સહિત કુલ રૂપિયા ૪.૧૨ લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો.


દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ,ડી.જી.બડવા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ સાવરીયા, મથુરભાઈ વાસાણી અને ભોજાભાઇ ત્રમટા ને એવી સચોટ બાતમી મળી હતી કે,જસદણ તાલુકાના કાળાસર ગામની સીમમાં દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે.
​​​​​​​
પોલીસની ટીમે અહીં દરોડો પાડતા અહીંથી નાની મોટી બોટલો તથા ટીન સહિત કુલ ૨૬૪૦ બોટલ દારૂનો જથ્થો કિંમત રૂપિયા ૩,૯૨,૬૪૦ મળી આવ્યો હતો. જોકે પોલીસ પહોંચે તે પૂર્વે આરોપી નાસી ગયા હતા.પોલીસે દારૂ-બીયરનો જથ્થો અને બાઈક સહિત રૂ.૪,૧૨,૬૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની તપાસમાં નાસી ગયેલા આરોપીઓ લલિત ઉર્ફે સાંગો શામજીભાઈ વાસાણી, વિશાલ શામજીભાઈ વાસાણી અને કલ્પેશ ધનાભાઈ વાસાણી (રહે ત્રણેય. કાળાસર) હોવાનું માલુમ પડતા પોલીસે આ ત્રણેય શખસો સામે ગુના નોંધી તેમને ઝડપી લેવા તપાસ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application