16જૂન થી 15 ઓક્ટોબર સિંહોનુ વેકેશન.. સાસણ અને ગિરનાર સફારી સાડા ચાર મહિના બંધ રહેશે

  • May 31, 2023 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારના ચોપડે ચોમાસુ બેસવાની સાથે જ 16 જુન થી 15 ઓક્ટોબર સુધી સાસણ અને જુનાગઢ ગિરનારની જંગલ સફારી બંધ રહેશે. ગત વર્ષે જંગલ સફારીમાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓએ સફારીની મુલાકાત લીધી હતી.એશિયાઈ સિહોના નિવાસસ્થાન એવા સાસણમાં સિંહ દર્શન માટે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. તેમાંય ખાસ કરીને વેકેશન અને તહેવારના દિવસોમાં આ સંખ્યા બમણી થઈ જાય છે જંગલ સફારી માટે દરરોજની 150 પરમિટ કાઢવામાં આવે છે તહેવાર કે સપ્તાહના અંતિમ દિવસોમાં 180 સુધી પરમીટ કાઢવામાં આવે છે તમામ પરમિટ માત્ર ઓનલાઈન જ નીકળે છે.


જંગલ સફારીના તમામ રસ્તા કાચા છે અને ચોમાસાની ઋતુમાં વરસાદ જંગલ વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસતો હોય છે. નદીનાાળામાં ધોડાપુર આવે છે પરિણામે રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે જંગલના રસ્તાઓ કાદવ કિચડ થવાથી વાહન ચલાવવાની મુશ્કેલી થાય છે.સિંહ સહિતના મોટા વન્ય પ્રાણીઓની ચોમાસાની સિઝનમાં સંવનન કાળ હોય છે આવા કારણોસર પશુઓ હિંસક બની જતા હોય છે પરિણામે આ દિવસો દરમિયાન જંગલ સફારી બંધ રાખવામાં આવે છે.

અત્રે નોંધવું જરૂરી છે કે ચોમાસાની સિઝન દરમિયાન જંગલની સફારી બંધ થાય છે પરંતુ સાસણની નજીક આવેલા દેવળિયા સફારી પાર્ક અને ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે. જો ભારેથી અતિ ભારે વરસાદ પડે તે સમયે જ દેવળિયા અને આંબરડી સફારી પાકને પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતું હોય છે. સાસણમાં દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જંગલ સફારીની પરમિટ મર્યિદિત છે પરંતુ દેવળીયા સફારી પાર્કમાં સિંહ સહિતના તમામ વન્ય પ્રાણીઓ જોવા મળે છે તેવી વ્યવસ્થા છે જેના કારણે જંગલ સફારી એટલે કે ખુલામાં સિંહ જોવાની પરમિટ ન મળે અથવા પરમિટ મળ્યા બાદ જંગલમાં સિંહ ન મળે તેવા લાખો લોકો દેવળીયા સફારી પાર્કમા સિહદર્શન કરતા હોય છે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ થી જંગલ સફારી ઉભરાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application