BREAKING NEWS

ખંભાળિયા: ચંદ્રાવાડા સીમમાં જુગારધામ પર એલસીબી ત્રાટકી 

  • May 15, 2026 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: ચંદ્રાવાડા સીમમાં જુગારધામ પર એલસીબી ત્રાટકી 

૪ આરોપીઓ ૪.૦૮ લાખના મુદ્દામાલ સાથે ગીરફતાર

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લામાં દારૂ-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી કડક સૂચના અન્વયે લોકલ ક્રાઈમ બ્રાન્ચે (કઈઇ) મોટી સફળતા મેળવી છે. એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન. એચ. જોષીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન એએસઆઈ મશરીભાઇ ભારવાડીયા, દિનેશભાઇ માડમ અને જેશલસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામની લીલવા સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં જુગારનો અખાડો ચાલી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે વાડી માલિક હરભમ ખીમાભાઇ કારાવદરાના રહેણાંક મકાન પર નિયમોનુસાર રેડ પાડી હતી. આ રેડ દરમિયાન બહારથી માણસો ભેગા કરી, ગંજીપત્તાના પાના અને પૈસા વડે જુગાર રમાડતા ચાર ઇસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી પકડેલા આરોપીઓમાં વાડી માલિક હરભમભાઇ ખીમાભાઇ કારાવદરા (રહે. લીલવા સીમ, ચંદ્રાવાડા), સરમણભાઇ ભીમાભાઇ કેશવાલા (રહે. ચંદ્રાવાડા ગામ), પરબતભાઇ રણમલભાઇ મોઢવાડીયા (રહે. ગીતાનગર ગેઇટ પાસે, પોરબંદર) અને માલદેભાઇ રામદેભાઇ ઓડેદરા (રહે. સોઢાણા ગામની સીમ, પોરબંદર) નો સમાવેશ થાય છે. પોલીસે આ રેડ દરમિયાન જુગારના પટમાંથી રોકડા રૂ. ૧,૩૮,૦૦૦/-, અંદાજે ૨૦,૦૦૦/- ની કિંમતના ૪ મોબાઈલ ફોન, રૂ. ૨,૦૦,૦૦૦/- ની કિંમતની એક સ્વિફ્ટ ફોર વ્હીલર ગાડી અને રૂ. ૫૦,૦૦૦/- ની કિંમતનું એક બુલેટ મોટરસાયકલ તેમજ પાથરણું અને ગંજીપત્તાની કેટો સહિત કુલ રૂ. ૪,૦૮,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સફળ કામગીરી ઇન્ચાર્જ પીઆઈ એન. એચ. જોષી, એએસઆઈ મશરીભાઇ, દિનેશભાઇ, જેશલસિંહ, દીપકભાઇ રાવલીયા, હેડ કોન્સ્ટેબલ જેઠાભાઇ પરમાર, પ્રવિણભાઇ માડમ, પોલીસ કોન્સ્ટેબલ સચિનભાઇ નકુમ અને ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ હસમુખભાઇ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

​​​​​​​
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application