સમાણા ગામે “ઝવેલર્સ”ની દુકાનમા થયેલ ચોરીનો ભેદ ઉકેલતી LCB

  • January 18, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર એલ.સી.બી.સ્ટાફના સંજયસિંહ વાળા તથા દિલીપભાઇ તલાવડીયા તથા હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે આરોપી દિનેશ વલસીંગ ફેકરીયો માવી રહે.મોર ડુંડીયા, જી.જાંબુઆ મધ્યપ્રદેશ હાલ દૈયાર ગામ જી.પોરબંદર વાળો ચોરીમા સંડોવાયેલ છે. મજકુર ઇસમ ચોરીના દાગીના વેચવા માટે જામનગર ચાંદી બજારમા આવેલ હોવાની બાતમી આધારે મજકુરને સોના,ચાંદીના દાગીના સાથે પકડી પાડી,મજકુર આરોપી વિરૂધ્ધ પો.સબ.ઇન્સ  એસ.પી.ગોહિલ નાઓએ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. અટક કરેલ આરોપી



૧) દિનેશ વલસીંગ ફેકરીયો માવી રહે.મોરડુંડીયા, જી.જાંબુઆ મધ્યપ્રદેશ હાલ તૈયાર ગામ તા.રાણાવાવ જી.પોરબંદર

ફરાર આરોપી

૧) અનીલ ભવાનસીંગ બધેલ રહે.કદવા ગામ તા.જોબટ જી.અલીરાજપુર ૨) રાજુ કેકરીયો બધેલ રહે.કદવા ગામ તા.જોબટ જી.અલીરાજપુર ૩) રામસીંગ અજનારી આદીવાસી રહે.ત્રણેય કદવા ગામ તા.જોબટ જી.અલીરાજપુર


રીકવર કરેલ મુદામાલઃ-

ચાંદીની બંગળીઓ જોડી-૩૫, ચાંદીની પોંચી જોડી-૬, લક્કી-૧,ચેઇન-૧ તથા સોનાની બુટી જોડી-૧ કુલ વજન ૧૦૮૭ ગ્રામ તથા સોનાની બુટી જોડી-૧ જે ટોટલ કિ.રૂ.૭૪૦૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૬૦૦૦/- એમ.ઓઃ લોખંડની કોસથી ઝવેલર્સ " ની દુકાનની બારી ગ્રીલ તોડી ચોરી ને અંજામ આપેલ,


મજકુર આરોપીઓ પૈકી આરોપી- રામસીંગ અજનારી જે સમાણા ગામ આજુબાજુ વિસ્તારમાં મજુરી કામ કરતો હોય,સદરહુ સોની ની દુકાન આરોપીએ જોયેલ હોય,જેથી લોખંડની કોસ વડે ચારેય ઇસમોએ મોડી રાત્રીના બારી ગ્રીલ તોડી દુકાન માં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application