મોટી પાનેલી ગામની સીમમાં આવેલી વાડીમાં એલસીબીનો દરોડો: ૫૨ બોટલ દારૂ ઝડપાયો

  • May 15, 2023 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટી પાનેલી ગામની સીમમાં આવેલી વાડીએ પોલીસે દરોડો પાડી અહીંથી ૫૨ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.એલસીબીની ટીમે દારૂના આ જથ્થા સાથે વાડી માલિકને ઝડપી લઇ કાયદેરસરની કાર્યવાહી કરી હતી.દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદારની રાહબરી હેઠળ પીએસઆઇ ડી.જી.બડવા અને એચ.સી.ગોહિલ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એવી બાતમી મળી હતી કે,ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવતા મોટી પાનેલી ગામની સીમમાં માંડાસણ રોડ પર આવેલી અનીલ જેન્તીભાઇ જાદવની વાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો.
​​​​​​​
પોલીસે આ બાતમીના આધારે વાડીએ દરોડો પાડતા અહીં રૂ.૨૭,૦૪૦ ની કિંમતનો ૫૨ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે વાડી માલિક અનીલ જેન્તીભાઇ જાદવ(રહે. મોટી પાનેલી) ને ઝડપી લઇ તેની સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી દારૂ કોની પાસેથી લાવ્યો હતો? તે અંગે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application