સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશોની હાઈપ્રોફાઈલ નિમણૂકથી વકીલોએ દાખલ કરી PIL

  • May 31, 2023 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટમાંથી CJI ગોગોઈ સહિત ત્રણ ન્યાયાધીશો નિવૃત થયા છે.નિવૃત થતા જ CJI રંજન ગોગોઈને તેમની નિવૃત્તિના ચાર મહિના પછી જ રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. એસ.અબ્દુલ નઝીરને તેમની નિવૃત્તિના એક મહિનામાં આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા અને જસ્ટિસ પી સતશિવમને કેરળના રાજ્યપાલ તરીકે પણ મોકલવામાં આવ્યા હતા. નિવૃતિના 2 વર્ષ સુધી કોઈ પ્રકારની રાજકીય હોદો ન આપવાનો હોય.પરંતુ ત્રણ ન્યાયાધીશોની હાઈપ્રોફાઈલ નિમણૂક કરતા બોમ્બે લોયર્સ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરી છે.


સુપ્રીમ કોર્ટના નિવૃત CJI ગોગોઈ સહિત ત્રણ ન્યાયાધીશોની હાઈપ્રોફાઈલ નિમણૂક કરવામાં આવતા વકીલ મંડળે PIL દાખલ કરી છે કે નિવૃતિના સમય દરમિયાન સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાંથી નિવૃત્ત જજો સરકાર પાસેથી કોઈ રાજકીય નિમણૂક લઈ શકે નહીં. 2014 થી મોદી સરકારે ત્રણ ભૂતપૂર્વ ન્યાયાધીશોને સરકારી નિમણૂકો આપી છે.જો કે નિવૃતિના બે વર્ષ સુધી કોઈપણ પ્રકારનો રાજકીય હોદો સોંપી શકાય નહી.


વકીલ મંડળનું કહેવું છે કે આ મામલે ભારતના CJI રહી ચૂકેલા મોહમ્મદ હિદાયતુલ્લાનું ઉદાહરણ જોવું જોઈએ. તેમણે નિવૃત્તિના 9 વર્ષ પછી દેશના ઉપરાષ્ટ્રપતિ બનવાનું સ્વીકાર્યું. તેમણે નિવૃત્તિ પછી તરત જ કોઈપણ રાજકીય પદ લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.વધુમાં કહ્યું હતું કે કોઈપણ નિવૃત્ત ન્યાયાધીશને તાત્કાલિક હાઈ પ્રોફાઈલ એપોઈન્ટમેન્ટ મળવી જોઈએ નહીં. નિવૃત્તિ પછી ઓછામાં ઓછો બે વર્ષનો સમયગાળો હોવો જોઈએ. એટલે કે આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાંથી નિવૃત્ત જજો સરકાર પાસેથી કોઈ રાજકીય નિમણૂક લઈ શકે નહીં.


સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય આપવો જોઈએ કે નિવૃત્તિના બે વર્ષ પછી જ નિવૃત્ત જસ્ટિસ રાજકીય નિમણૂક લઈ શકે. બંધારણ પણ આને મંજૂરી આપતું નથી. જો બે વર્ષનો કુલિંગ પિરિયડ ન હોય તો કોઈ પણ જજ સરકારી પદ માટે સરકારની ઈચ્છા અનુસાર નિર્ણયો આપતાં ખચકાશે નહીં. આ પ્રથા ઓછામાં ઓછી સુપ્રીમ કોર્ટ અથવા ન્યાયતંત્રની વિશ્વસનીયતાને અસર કરશે.રામ મંદિરનો ચુકાદો સંભળાવનારી બેંચના મહત્વના સભ્ય CJI રંજન ગોગોઈને રાજ્યસભામાં મોકલ્યા હતા. એસ.અબ્દુલ નઝીરને તેમની નિવૃત્તિના એક મહિનામાં આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.જસ્ટિસ પી.સતશિવમને કેરળના રાજ્યપાલ તરીકે પણ મોકલવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application