કાલે મુખ્યમંત્રીના હસ્તે ગોંડલ ચોકડી બ્રિજનું લોકાર્પણ

  • March 04, 2023 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રૂપિયા ૮૯.૨૯ કરોડના ખર્ચે બે વર્ષમાં સિકસલેન એલીવેટેડ લાય ઓવર બ્રિજ તૈયાર: ટ્રાફિકના મામલે પારાવાર હાડમારી ભોગવનાર પ્રજાને વધુ એક રાહત




થોડા સમય પહેલા સિવિલ હોસ્પિટલ ચોક પાસેના ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયા બાદ હવે આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગોંડલ ચોકડી નજીક બનાવવામાં આવેલા સીકસ લેન્ડ એલીવેટેડ લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. બ્રિજના નિર્માણના કારણે રાજકોટ શહેરના લોકો અને રાજકોટમાંથી પસાર થતાં લોકો ભારે હેરાનગતિનો સામનો કરતા હતા અત્યતં ટૂંકા સમયગાળામાં હવે બીજો બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવનાર હોવાથી ટ્રાફિકના મામલે પ્રજાને અને વાહન ચાલકોને રાહત રહેશે. જોકે કાલાવડ રોડ પર બ્રિજનું કામ ચાલુ છે અને આવી જ રીતે સાંઢીયા પુલ પરની અવરજવર બધં કરી દેવામાં આવી હોવાથી ટ્રાફિકની સમસ્યા તો છે જ. પરંતુ બે મોટા ઓવરબ્રિજ ચાલુ થઈ જવાના કારણે લોકોને રાહત થઈ છે.





કલેકટર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે બપોરે  ૪:૦૦ વાગે રાજકોટ આવવાના છે. પોલીસ વિભાગ તરફથી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં હાજરી આપીને ગોંડલ ચોકડી નજીક અંદાજે પિયા ૮૯.૨૯ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજનું લોકાર્પણ કરશે.




ગોંડલ રોડ ચોકડી બ્રિજનું નિર્માણ તારીખ ત્રણ માર્ચ ૨૦૨૧ થી શ કરવામાં આવ્યું હતું અને બરાબર બે વર્ષે તે પૂરો થયો છે ૧.૨ કિલોમીટર લાંબો આ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ રાજકોટ અમદાવાદ ગોંડલ જેતપુર તરફના ટ્રાફિકમાં સુગમતા હતા રહેશે. આ ઉપરાંત શાપર વેરાવળ વાવડી પારડી કોઠારીયા મેટોડા સેમડા ભડી અને આજી જીઆઇડીસીના ઉધોગોમાં કામ કરતા લોકોને પણ હવે અવરજવરમાં અનુકૂળતા રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application