રાજકોટ મહાપાલિકામાં ૨૦ જુલાઇ સુધીમાં વર્તમાન પદાધિકારીઓનું છેલ્લું જનરલ બોર્ડ

  • July 08, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સપ્ટેમ્બરમાં મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક નેતા અને દંડકની ટર્મ પૂર્ણ
રાજકીય ગતિવિધિઓ તેજ બની: સોમવાર સુધીમાં એજન્ડા પ્રસિધ્ધ થઇ જાય તેવી શકયતા: કાયમી ટીપીઓની નિમણૂક સહિતની દરખાસ્તો આવશે: સંભવત: તા.૧૯ કે ૨૦ જુલાઈએ બોર્ડ મિટિંગ મળશે: રાજકીય ગતિવિધિઓ તેજ બની




રાજકોટ મહાપાલિકાના વર્તમાન પદાધિકારીઓની મુદ્દત સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ થઈ રહી હોય વર્તમાન મેયર સહિતના પદાધિકારીઓ હવે તેમના કાર્યકાળની છેલ્લી બોર્ડ મિટિંગ યોજવા વ્યસ્ત બન્યા છે. ટૂંક સમયમાં સંકલન મિટિંગ મળશે તેમાં બોર્ડ મિટિંગની તારીખ નક્કી થશે પરંતુ તા.૧૯ કે ૨૦મી જુલાઇ સુધીમાં બોર્ડ મીટીંગ યોજાશે તેવી ચર્ચા છે. સોમવાર સુધીમાં એજન્ડા પ્રસિધ્ધ થઇ જશે.



વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ વર્તમાન પદાધિકારીઓની મુદ્દત પૂર્ણ થવા આડે બે મહિનાનો સમયગાળો ગણીએ તો છેલ્લી બોર્ડ મિટિંગ કહી શકાય તેમ છે.



યારે આ અંગે મેયર ડો.પ્રદીપ ડવનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે જો જર પડશે તો ઓગસ્ટમાં પણ એક બોર્ડ મિટિંગ બોલાવીશ.
દરમિયાન સૂત્રોએ ઉમેયુ હતું કે આગામી તા.૧૯ મીએ સંભવત: વર્તમાન શાસકોનું છેલ્લું બોર્ડ જ રહેશે અને તેમાં કાયમી ટીપીઓની નિમણુકં સહિતની દરખાસ્તો મુકાશે. ત્યારબાદ હવે સપ્ટેમ્બરમાં મેયર સહિતના નવા પદાધિકારીઓની નિયુકિત માટેની જ બોર્ડ મિટિંગ મળશે.



મહાપાલિકાના પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થવામાં હોય રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને છેલ્લી ઘડીઓમાં અરજદારોનો ધસારો પણ વધ્યો છે. રજૂઆતો, માંગણીઓ અને દરખાસ્તો લક્ષી કામગીરીનો ધમધમાટ શ થયો છે. નવા પદાધિકારીઓ કોણ આવે તે તો આવે ત્યારે ખબર પડે તેમ હોય હાલ લટકતા કામ સાથેના અરજદારોએ મહાપાલિકા કચેરીની લોબીમાં આંટાફેરા શ કર્યા છે.



મેયર સહિતનો કાફલો સોમવારે ગાંધીનગરમાં
રાજકોટના મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક નેતા સહિતનો કાફલો સોમવારે સવારે ગાંધીનગર જવા રવાના થનાર હોવાનું જાણવા મળે છે. મુખ્યમંત્રીના હસ્તે ગ્રાન્ટના ચેક વિતરણના સમારોહમાં તેઓ હાજરી આપશે. અલબત્ત સમારોહની સાથે સાથે આગામી ટર્મના નવા પદાધિકારીઓ ની નિમણુકં મામલે અમુક રાજકીય ચર્ચા પણ થનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application