દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આરોપી રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ, હૃદયાનંદ ચૌધરી અને અન્યને સમન્સ જારી કર્યા છે. લેન્ડ ફોર જોબ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટને ધ્યાનમાં લેતા, મની લોન્ડરિંગના આરોપમાં આ સમન્સ જારી કરવામાં આવ્યું છે.
કોર્ટે તમામ આરોપીઓને 9 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો છે. EDએ આ કેસમાં 4751 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. લેન્ડ ફોર જોબ કેસમાં EDની આ પ્રથમ ચાર્જશીટ છે. આ કેસમાં ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં કુલ સાત લોકોને આરોપી બનાવ્યા છે. સાત આરોપીઓમાં રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ, હૃદયાનંદ ચૌધરી, અમિત કાત્યાલ અને બે કંપનીઓ એકે ઈન્ફોસિસ્ટમ અને એબી એક્સપોર્ટને આરોપી તરીકે રાખવામાં આવ્યા છે.
સુનાવણી દરમિયાન EDએ કહ્યું હતું કે આરોપી અમિત કાત્યાલે વર્ષ 2006-07માં એકે ઈન્ફોસિસ્ટમ નામની કંપની બનાવી હતી. કંપની આઈટી સાથે સંબંધિત હતી. EDએ કોર્ટને જણાવ્યું હતું કે કંપનીએ વાસ્તવમાં કોઈ વ્યવસાય કર્યો નથી, પરંતુ તેણે અનેક પ્લોટ ખરીદ્યા છે. આ પૈકીનો એક પ્લોટ નોકરી માટે જમીન કૌભાંડ દ્વારા હસ્તગત કરવામાં આવ્યા હતા.
આ જ કંપનીને 2014માં રાબડી દેવી અને તેજસ્વી યાદવના નામે 1 લાખ રૂપિયામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જ્યારે, એબી એક્સપોર્ટ કંપનીની રચના 1996માં એક્સપોર્ટ બિઝનેસ કરવા માટે કરવામાં આવી હતી. વર્ષ 2007માં એબી એક્સપોર્ટ કંપનીએ પાંચ કંપનીઓ પાસેથી 5 કરોડ રૂપિયા મેળવી ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં મિલકત ખરીદી હતી. EDએ કોર્ટને જણાવ્યું કે આ કેસમાં સાત પ્લોટ સામેલ છે. તેમાંથી રાબડી દેવી, હેમા યાદવ અને મીસા ભારતીએ પ્લોટ લીધા હતા, બાદમાં આ પ્લોટ વેચવામાં આવ્યા હતા. આ કેસમાં માત્ર અમિત કાત્યાલની ધરપકડ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech