પીપાવાવ પોલીસ મથકના દારૂના ગુનામાં ફરાર લાલજી ઝડપાયો

  • April 13, 2023 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી નાસતા ફરતા શખસોને ઝડપી પાડવા અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે સુચના આપી હોય તેના અનુસંધાને અમરેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવા શખસોને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં હતી ત્યારે પીપાવાવ પોલીસ મથકમાં દા‚ના ગુનામાં સંડોવાયેલો લાલજી મોહનભાઇ ગુજરીયા (ઉ.વ.૨૫, રહે.ખેરા, તા.રાજુલા)નો છેલ્લા સાત મહિનાથી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. જેને ટેક્ધિકલ સોર્સ અને બાતમીના આધારે રાજુલાના વિસડીયા ગામેથી ક્રાઇમબ્રાન્ચે ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે પીપાવાવ મરીન પોલીસને સોંપી આપેલ હતો.

​​​​​​​જયારે વડિયા કોર્ટે ચેક રિટર્નના કેસમાં વડિયાના બરવાળા-બાવળ ગામના અલ્પેશ બાબુભાઇ પડાયા (ઉ.વ.૨૭)ને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ કસુરવાર ઠેરવી તા.૩૦-૪-૨૦૨૨ના એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો, પરંતુ શખસ જેલમાં જવાને બદલે છેલ્લા એક વર્ષથી પોબારા ભણી ગયો હોય જેને પકડવા માટે વડિયા કોર્ટ દ્વારા સજા વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. જેની ક્રાઇમબ્રાન્ચે તા.૧૧-૦૪-૨૦૨૩ના રોજ બજવણી કરી શખસને ટેક્ધિકલ સોર્સના આધારે ઝડપી પાડી અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.આ કાર્યવાહી ક્રાઇમબ્રાન્ચના પીઆઇ એ.એમ.પટેલની રાહબરીમાં પીએસઆઇ એમ.બી.ગોહીલ, પીએસઆઇ એમ.ડી.સરવૈયા, એએસઆઇ બહાદુરભાઇ વાળા, પો.કોન્સ. લીલેશભાઇ બાબરિયા, વિનુભાઇ બારૈયા, તુષારભાઇ પાંચાણી, આદિત્યભાઇ બાબરિયા, ઉદયભાઇ મેણીયા સહિતના દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application