રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે લલિત વસોયાના નામની જાહેરાત: જૂનગઢમાં અમીપરા , અમરેલીમાં દૂધાત નવા પ્રમુખ

  • December 09, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની  આગામી ચૂંટણીને  ધ્યાનમાં રાખી ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટી મુજબ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહીલે ૧૦ જિલ્લા  પ્રમુખોની  જાહેરાત કરી છે. રાજકોટ જિલ્લા  કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા ના  સ્થાને  ધારાસભ્ય લલીતભાઈ વસોયા નાનામની  જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ શહેર સંગઠન  પ્રમુખની  ટુંક સમયમાં જાહેરાત કરવાની  શકયતા છે અને  આ માટે અતુલ રાજાણીનું નામ  બોલાઈ રહ્યું છે. 


કોંગ્રેસે આજે કરેલી જાહેરાત મુજબ જૂનાગઢમાં ભરતભાઈ અમીપરા, અમરેલીમાં પ્રભાતભાઈ દુધાત, અમદાવાદમાં હિંમતસિંહ પટેલ, પંચમહાલમાં ચેતનસિંહ પરમાર, ખેડામાં ચંદ્રશેખર ડાભી, આણંદમાં વિનુભાઈ સોલંકી, વડોદરામાં જસપાલસિંહ પઢીયાર, નર્મદામાં પ્રફુલ પટેલ અને  ડાંગ જિલ્લામાં મુકેશ પટેલ  નવા પ્રમુખની  જવાબદારી સોંપવામાં આવી છે. 


૧૦ જિલ્લા ના નવા પ્રમુખો ઉપરાંત ઈલેકશન  કમીટીના  શકિતસિંહ ગોહીલની  આગેવાનીમાં ચર્ચા  કરવામાં આવી છે. 
વર્તમાન -પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, સિનીયર નેતાઓ અમીતભાઈ ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, જગદીશ ઠાકોર, સિધ્ધાર્ઙ્ખ ઙ્કટેલ સહિત ૪૦ઙ્ગો સમાવેશ કરાયો છે. 
આ ઉઙ્કરાંત ઙ્કોલીટીકલ અફેર્સ કમીટીઙ્ગી ઙ્કણ જાહેરાત આજે કરવામાં આવી છે. મોડી સાંજ સુધીમાં હજુ અઙ્ગેક શહેર કોંગ્રેસ પ્રમુખોઙ્ગા ઙ્ગામોઙ્ગી જાહેરાત ઙ્ખવાઙ્ગી વાતો સંભળાઈ રહી છે. 
વિધાનસભાની ચૂંટણી ના પરિણામો પછી તમામ જિલ્લાઓમાંથી પ્રમુખના રાજીનામાં લઈ લેવામાં આવ્યા હતા. અને લાંબા સમયથી આ નિમણૂકને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી આખરે ૩૩ માંથી ૧૦ જિલ્લામાં પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે.


રાજકોટ શહેર પ્રમુખ પદે અતુલ રાજાણીના નામની ચર્ચા
રાજકોટ શહેર કોંગ્રેસમાં પણ ફેરબદલાવ થશે સંભવત: પણે આ લિસ્ટ પ્રદેશ કોંગ્રેસમાં તૈયાર પણ થઈ ચૂક્યું છે અને રાજકોટમાં પ્રમુખપદના દાવેદારોમાં પૂર્વ કોર્પોરેટર અને સતત દોડતા રહેતાં કોંગ્રેસના યુવા અગ્રણી એવા અતુલ રાજાણીનું નામ ચર્ચામાં છે. શહેર કોંગ્રેસના પ્રમુખ પદે રાજાણીનું નામ ગમે ત્યારે જાહેર થાય તેવી વાત કોંગ્રેસના વર્તુળોમાંથી જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application