સાધુવાસવાણી રોડ પર આવેલી શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના અવધ રોડ પાસે ડેકોરા હેબિટેડ લેટમાંથી કોઇ બે અજાણ્યા શખસો .૬.૬૦ લાખની કિંમતના હોસ્પિટલના મશીન ચોરી કરી ગયા હતાં.આ અંગે હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવ દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.ચોરીની આ ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની શંકા સવાઇ રહી છે.
શહેરના નંદનવન સોસાયટી બ્લોક નંબર ૨૭ માં રહેતા અને સાધુવાસવાણી રોડ પર શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પાંચ વર્ષથી એડમિનિસ્ટ્રેટિવ તરીકે નોકરી કરનાર દિલીપભારથી ભુપતભારથી ગોસાઈ (ઉ.વ ૨૮) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. ૩૧૧૦ ૨૦૨૪ ના રાત્રિના તે ઘરે હતા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, ડોકટર નીરલ મહેતાનો લેટ જે અવધ રોડ પર ડેકોરા હેબિટેડ લેટ નંબર ૨૦૧ માં આવેલો હોય ત્યાં બે વ્યકિત હોસ્પિટલનો સામાન ફરીયાદીના નામથી બપોરના ચાર થી છ વાગ્યાના સમયગાળા દરમિયાન લઈ ગયા છે. લેટની બે ચાવી હોય જેમાંથી એક ચાવી ફરિયાદી પાસે તથા અન્ય ચાવી હોસ્પિટલના કામ કરતા કર્મચારીઓ પાસે રહેતી હોવાથી ડોકટર નીરલ મહેતાએ કોઈને વસ્તુ લેવા માટે લેટ પર મોકલ્યા હશે તેવું લાગ્યું હતું. ડોકટર અમેરિકા હોય જેથી કોઈ વાતચીત થઈ ન હતી.
બે દિવસ પૂર્વે ડોકટર અમેરિકાથી આવતા તેમને આ બાબતે પૂછતા તેમણે કોઈને હોસ્પિટલનો સામાન લેવા માટે મોકલ્યા ન હોવાનું કહેતા ફરિયાદી ફલેટે ચેક કરવા જતા લેટમાંથી આઠ ઓટોકોન્સટ્રેટર મશીન એક બાયપેપ મશીન જેમાં કોન્સટ્રેટર મશીનની કિંમત પિયા ૭૫ હજાર હોય અને બાપોપેપ મશીનની કિંમત પિયા ૬૦,૦૦૦ હોય આમ કુલ પિયા ૬.૬૦ લાખની કિંમતના ૯ મશીન કોઈ બે અજાણ્યા શખસો અહીં ફલેટથી ચોરી કરી ગયા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ચોરીની આ ઘટનામાં જાણભેદુનો જ હાથ હોવાની દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
વાવડી ગેઇટ પાસે દુકાનમાંથી ૪૮ હજારની ચોરી
સોરઠીયાવાડી સર્કલ પાસે માસ્તર સોસાયટી શેરી નંબર–૭ માં રહેતા ગૌરાંગભાઈ લલીતભાઈ રંગાણી (ઉ.વ ૩૯) દ્રારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વાવડી ગામના ગેટ પાસે બાલાજી કોમ્પલેક્ષમાં દુકાન નંબર–૧ ખાતે નીલકઠં ઇલેકિટ્રક નામે ભાગીદારીમાં દુકાન ચલાવે છે. ગઈકાલે સાંજના ૭:૩૦ વાગ્યે તે તથા તેમના ભાગીદાર રજનીકાંતભાઈ દુકાને હતા બાદમાં દુકાન બધં કરી નીકળ્યા હતા સવારના ૭:૩૦ વાગ્યે ભાગીદાર રજનીકાંતભાઈનો ફોન આવ્યો હતો કે આપણી દુકાને ચોરી થઈ છે. બાદમાં અહીં આવી તપાસ કરતા માલુમ પડું હતું કે, કોઈ શખસે અને શટર ઉંચકી દુકાનમાંથી કાઉન્ટરમાં રાખેલા હિસાબના પૈસા રોકડ પિયા ૪૦,૦૦૦ તેમજ ચાર પંખા કિં. . ૮૦૦૦ મળી કુલ પિયા ૪૮,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયા હતા. જેથી આ અંગે તેમણે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહું મોદી સરકારની સાથે છું, બાંગ્લાદેશીમાં હિંદુઓ પર થતા અત્યાચાર મામલે મમતા બેનર્જીની પ્રતિક્રિયા
November 28, 2024 05:04 PMરાહુલ ગાંધી બન્યા ફોટોગ્રાફર, બહેન પ્રિયંકાને સંસદ ભવનની સીડી પર રોકી પાડ્યા ફોટા
November 28, 2024 04:34 PMમારામારીની ઘટનામાં ખોટી રીતે સંડોવી દીધાનો સોની વેપારી ધર્મેશ પારેખનો દાવો
November 28, 2024 04:06 PMસરધારા હુમલા કાંડ: ફરિયાદની કડીઓ મેળવવી પોલીસ માટે કપરી, પાદરિયાએ પણ કરી અરજી
November 28, 2024 04:05 PMઇ ઓળખ પોર્ટલના પાપે ચોથા દિવસે જન્મ–મરણ નોંધણી બંધ; કોંગ્રેસની અગ્ર સચિવ સુધી ફરિયાદ
November 28, 2024 04:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech