ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 30 વર્ષીય ડિલિવરી બોય જ્યારે એક ગ્રાહકને આઇફોન ડિલિવરી કરવા ગયો હતો ત્યારે તેની કથિત રીતે હત્યા કરવામાં આવી. ગ્રાહકે ડિલિવરી બોયની હત્યા એટલા માટે કરી કારણ કે, તેને ડિલિવરી પર રોકડ તરીકે 1.5 લાખ રૂપિયા ચૂકવવા ન પડે. એક પોલીસ અધિકારીએ સમાચાર એજન્સીને આ માહિતી આપી છે.
મળતી માહિતી મુજબ, હત્યા બાદ ડિલિવરી બોયના મૃતદેહને ઈન્દિરા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો અને તેને શોધવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમને બોલાવવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શશાંક સિંઘે જણાવ્યું હતું કે, ચિન્હટના ગજાનને ફ્લિપકાર્ટ પરથી આશરે રૂ. 1.5 લાખની કિંમતનો આઇફોન મંગાવ્યો હતો અને સીઓડી (કેશ ઓન ડિલિવરી) ચુકવણીનો વિકલ્પ પસંદ કર્યો હતો.
23 સપ્ટેમ્બરે નિશાતગંજ નિવાસી ડિલિવરી બોય ભરત સાહુ ફોનની ડિલિવરી કરવા તેના ઘરે ગયો હતો. જ્યાં ગજાનન અને તેના સાથીદારે તેની હત્યા કરી હતી. સાહુનું ગળું દબાવી હત્યા કયર્િ બાદ લાશને બોરીમાં ભરીને ઈન્દિરા કેનાલમાં ફેંકી દીધી હતી. જ્યારે સાહુ બે દિવસ સુધી ઘરે પરત ન ફર્યો ત્યારે તેના પરિવારે 25 સપ્ટેમ્બરે ચિનહાટ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સાહુની કોલ ડિટેઈલ્સ સ્કેન કરતી વખતે અને તેનું લોકેશન શોધતી વખતે પોલીસે ગજાનનનો નંબર શોધી કાઢ્યો અને તેના મિત્ર આકાશ સુધી પહોંચી.
ડીસીપી અધિકારીએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન આકાશે પોતાનો ગુનો કબૂલી લીધો છે. હત્યા બાદ આકાશ પણ મુંબઈ ભાગી ગયો હતો. જો કે, હજુ સુધી પોલીસને લાશ મળી નથી. ડીસીપીએ કહ્યું કે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમ પીડિતાના મૃતદેહને કેનાલમાં શોધવાનો પ્રયાસ કરી રહી છે. ટૂંક સમયમાં મૃતદેહ મળી આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech