શાપરના કારખાનેદાર સાથે રાવકીના વેપારીની 19.58 લાખની છેતરપિંડી

  • November 07, 2023 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં રહેતા અને શાપરમાં પીવીસી ફિટિંગનું કારખાનું ધરાવનાર કારખાનેદારે લોધિકાના રાવકીમાં કારખાનું ધરાવતા રાજકોટના શખસ સામે રૂ.19.58 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.વેપારીએ પીવીસી માટેના રો-મટીરીયલનો ઓર્ડર આપી આ માટે એડવાન્સ પેમેન્ટ પણ ચૂકવી દીધું હતું. આરોપીએ માલ પણ પુરો પાડયો ન હતો અને પૈસા પણ પરત આપતો ન હોય તપાસ કરતા તેના કારખાનાને તાળા લાગી ગયા હોવાનું માલુમ પડયું હતું.બાદમાં આ ફરિયાદ નોંધાવી છે.


છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટમાં ગોવિંદ રત્ન બંગલો માધવ પાર્કની બાજુમાં 150 ફૂટ રિંગરોડ પર રહેતા સુરેશભાઇ રામજીભાઇ ગજેરા(ઉ.વ 51) દ્વારા શાપર વેરાવળ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે લોધિકાના રાવકી ગામે શ્રી હરિ એન્ટપ્રાઇઝ નામનું કારખાનું ઘરાવતા પરાગ માધવજીભાઇ ભંડેરી (રહે. જયનારાયણ પાર્ક-1 બાપાસીતારામ ચોક મવડી, રાજકોટ) નું નામ આપ્યું છે. સુરેશભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યા હતું કે,તેમને શાપરમાં જે.પી.પોલીમર્સ નામનું પીવીસી ફિટિંગનું ભાગીદારીમાં કારખાનું આવેલું છે.કારખાનામાં રો મટીરીયલની જરૂર પડતી હોય જેથી આરોપી પરાગના કારખાનેથી આ રો-મટીરીયલ છેલ્લા એકાદ વર્ષથી ખરીદતા હોય તે રીતે તે સંપર્કમાં હતો અને સાતેક વખત તેની પાસેથી રો-મટીરીયલ મંગાવ્યું હતું.


દરમિયાન ગત માર્ચ મહિનામાં ફરિયાદીએ પીવીસી રેજીનનો ઓર્ડર આપ્યો હતો અને તા.6/3/2023 ના આ ઓર્ડર માટે રૂ.19,58,800 પરાગના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા  હતાં.રો મટીરીયલ અઠવાડિયામાં મળી જશે તેવી પરાગભાઇએ ખાતરી આપી હતી.બાદમાં માલ પોર્ટમાં અટવાઇ ગયો છે.માલ સામાન ભરાય છે,ટ્રકમાં આવે છે તેમ બહાના આપતા હોય અને માલ આપતા ન હોય ફરિયાદએ તપાસ કરતા માલુમ પડયું હતું કે,તેમનું કારખાનું બંધ થઇ ગયું છે.જેથી તેમણે પરાગને કા માલ આપો અથવા પૈસા નહીંતર ફરિયાદ કરીશ તેમ કહેતા તેના સગાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે પરાગભાઇની આર્થિક સ્થિતિ સારી નથી થોડો સમય આપો તમારા પૈસા પરત આપી દેશે પણ સમય વિત્યા છતા પૈસા પરત ના આપતા પરાગને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હોય અને તે કંયાક જતો રહ્યો હોય વેપારીએ આ ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 406,420 મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application