પિયર જવાનું કહી મહિલા ત્રણ મિત્રો સાથે નૈનીતાલ જઈ મોજ કરતી હતી, પતિએ સીસીટીવી મેળવી વાઈરલ કરી

  • July 03, 2023 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પત્નીના મિત્રોએ પતિને ફોન કરીને ધમકી આપી: ત્રણેય યુવકોએ પત્ની પર કુકર્મ ગુજાર્યું હોવાના આરોપ લગાવ્યા



યુપીથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીના લગ્ન બાદ તે પોતાના પિતાના ત્યાં આંટો મારવા ગઈ હતી. આ વેળાએ મહિલા પોતાના જૂના મિત્ર ત્રણ મિત્રો સાથે નૈનીતાલમાં પ્રવાસે ગઈ હતી. જ્યા મિત્રો સાથે હોટલમાં મોજ મસ્તી કરી હતી. જેમ મામલે મહિલાના પતિને જાણ થતા તે તાત્કાલિક હોટલે દોડી ગયો હતો અને હોટલમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. મહિલાના પતિએ ત્રણેય યુવકોએ તેમની પત્ની પર કુકર્મ ગુજાર્યું હોવાના પણ આરોપ લગાવ્યા હતા. સાથે સાથે ફોન પર ફરિયાદમાં ધમકી આપી હોવાની પણ રાવ કરી છે.



આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર દિલ્હીની રહેવાસી મહિલા પોતાના સંભલ ખાતે આવેલા પિયરમાં રહેવા ગઈ હતી. જ્યાં તે પોતાના જુના ત્રણ મિત્રો સાથે પ્રવાસની મોજ માણવા નીકળી પાડી હતી.આ દરમિયાન ત્રણેય પુરુષ મિત્ર સાથે તે એકલી હોટલમાં રોકાઈ હતી. બાદમાં આ અંગે મહિલાના પતિને જાણ થતા તેમને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ મંગાવ્યા હતા. જેને ચકાસણી બાદ પતિએ ત્રણે યુવકો સામે ગુનો દાખલ કરાવી જણાવ્યું કે યુવકો દારૂના નશામાં હોવાનો આરોપ લગાવ્યો હતો. જેમણે પોતાની પત્ની સાથે દુષ્કર્મ ગુજાર્યું છે.


મહિલાના પતિએ જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી જણાવ્યું હતું કે યુવાનોએ દુષ્કર્મ આચર્યું છે. આ સાવ સાથે તેને દિલ્હીના તિમારપુર પોલીસ સ્ટેશનમાં તહરીર આપીને સંભલના હલીમ (બિરયાની વેચનાર), હોસ્પિટલ માર્કેટના સંચાલક અને સરયાત્રીન યુવકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવતા ભારે ચકચાર જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application